સ્મશાનમાં વેઇટિંગ: દાહોદના સ્મશાનમાં વેઇટિંગ હોવાથી પોઝિટિવ મહિલાની વતનમાં અંત્યેષ્ઠિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગ્રામ્યની મહિલાનું ઝાયડસમાં નિધન : સોમવારે પણ 9ની અંતિમવિધિ

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાનું નિધન થયું હતું. દાહોદના સ્મશાનમાં વેઇટીંગ હોવાને કારણે સ્વજનોએ પોતાના ગામ લઇ જઇને કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે અંત્યેષ્ઠિ કરી હતી.

દાહોદની ઝાયડસમાં સારવાર પામતી મહિલાનું તા.12-4-ના રોજ અવસાન થતા તેના સ્વજનો દાહોદના હિંદુ સ્મશાન સંસ્થામાં અંતિમવિધિ કરવા માટેની લાકડાની પહોંચ લઈને ઝાયડસમાંથી લાશ લઈને આરોગ્યકર્મીઓ સાથે હિંદુ સ્મશાન સંસ્થા ખાતે પહોંચ્યા હતા. જયાં અન્ય લાશોની અંતિમવિધિ ચાલતી હોઈ વેઇટિંગમાં રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. તે સમયે સ્વજનોએ અંદરોઅંદર કોઈ વાતચીત કર્યા બાદ આરોગ્યકર્મીઓ સાથે ચર્ચા કર્યા બાદ એમ્બ્યુલન્સમાં રહેલી લાશને પોતાની સાથે લાવેલા વાહનમાં લઈને પોતાના ગામમાં પહોંચી ગયા હતા.

અને આરોગ્યકર્મીઓએ સમજાવ્યા મુજબ કોરોના ગાઈલાઈનને અનુસરીને પોતાના ગામમાં જ અંતિમવિધિ સંપન્ન કરી હતી. એકતરફ દાહોદમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા સાથે કોરોનાગ્રસ્તોનો મૃત્યુદર બેહદ માત્રામાં વધી રહ્યો છે ત્યારે લોકોમાં આ સંદર્ભે ખુબ ભયની લાગણી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનિય છે કે, દાહોદ શહેરના સ્મશાનમાં સોમવારે સાંજ સુધી 9 મૃતદેહના કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

બળપૂર્વક લઇ ગયા હોવાની વાતો ફેલાઇ
કોરોના પોઝિટિવ મહિલાનો મૃતદેહને વતન લઇ જઇ અંતિમ વિધિ કરાઇ હોવાની ઘટનામાં સ્વજનો આરોગ્ય કર્મીઓ સાથે જીભાજોડી કરીને બળપૂર્વક મૃતદેહ લઇ ગયા હોવાની વાતો ફેલાતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, બાદમાં સ્મશાનમાં વેઇટીંગની વાત સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: