સ્થિતિ ભયાનક: દાહોદના સ્મશાનમાં રવિવારે 10 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ દિ’માં 25થી વધુની અંત્યેષ્ઠિ : કોરોનાની ગાઇડ લાઇન સાથે મુખાગ્નિ

દાહોદ શહેરમાં કોરોના વાઇરસનો લોડ વધતાં સંક્રમણ બેહદે ફેલાયુ છે. તેના કારણે ઝાયડસ સાથે શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ મહત્તમ કોરોનાના દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. પરીસ્થિતિ વિસ્ફોટક હોવા છતાં કેટલાંક ગાફેલ લોકો બજારોમા માસ્ક વગર ફરતા જોવા મળે છે.

જોકે, કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓ રિકવર પણ એટલી જ તેજીથી થઇ રહ્યા છે પરંતુ કેટલાંક લોકો દવાખાને ગયા બાદ હયાત પોતાના ઘરે નથી પહોચતા હોવાના કિસ્સા પણ હવે વધી રહ્યા છે અને તે ગંભીર બાબત છે. કોરોનાની પ્રથમ લહેરમાં કોરોના કે અન્ય બીમારીથી પીડાતા હોય અને કોરોના થતાં મરણ થાય તેવા લોકોનો આંક ખુબ જ ઓછો હતો. જોકે,બીજી લહેરમાં મરણઆંક વધી રહ્યો છે.

રવિવારના રોજ જ શહેરના સ્મશાનમાં દસ લોકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમાં મહત્તમ દિવંગતો એવા હતાં જેમને કોરોનાની ગાઇડ લાઇન મુજબ મુખાગ્નિ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ જ દિવસમાં 25થી વધુ લોકોની સ્મશાનમાં અંતિમ વિધિ કરાઇ છે. જોકે, તમામ લોકોનું નિધન કોરોનાને કારણે ન પણ થયુ હોય પરંતુ તેમાં મહત્તમના મોત પાછળનું કારણ તો કોરોના જ હોવાનું કહેવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: