સ્થિતિ ચિંતાજનક: ઝાલોદ ગ્રામ્યના 37 સહિત જિ.માં અધધ… 74 સંક્રમિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં કોરોનાના આજ સુધીના તમામ રેકોર્ડ તૂટયા
  • વધુ 5 મૃત્યુ સાથે કુલ 137 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા

દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના અત્યાર સુધીના કીર્તિમાનરૂપ નવા 74 કેસ નોંધાયા હતા. ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના સાગમટે 37 એટલે કે કુલ કેસના 50 % કેસ સાથે કુલ 74 કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં લોકો ગભરાઈ ઉઠ્યા છે. દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1622 સેમ્પલો પૈકી 51 અને રેપીડના 1627 સેમ્પલો પૈકી 23 પોઝિટિવ નોંધાયા હતા.

નવા કેસ‌ પૈકી ઝાલોદ ગ્રામ્યના 37 કેસ સિવાય દાહોદ શહેરના 6, ઝાલોદ અર્બન અને લીમખેડાના 4 -4, ઢબારિયા અર્બન, બારિયા ગ્રામ્ય, સીંગવડના 1 -1 અને દાહોદ ગ્રામ્ય, ધાનપુર અને સંજેલીના 2-2 તથા ગરબાડાના 11 નવા સંક્રમિતો નોંધાયા હતા. 21 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ એક્ટિવ કેસોની સંખ્યા 347 થઇ છે. ગુરુવારે ઝાયડસ સહિતની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સવારથી જ દર્દીઓની અને તેમના સ્વજનોની લાઈનો લાગી હતી. દાહોદની બહુધા હોસ્પિટલોમાં ઓક્સિજનની સગવડ પૂરતા પ્રમાણમાં નહીં હોઈ દર્દીઓને લઈને સ્વજનો વિવિધ હોસ્પિટલોમાં આમથી તેમ ફરી કાકલુદી કરતા નજરે ચડયા હતા.

વધુ 5 દર્દીઓના મૃત્યુ નોંધાતા કુલ 137 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે. તો દાહોદના હિંદુ સ્મશાન સંસ્થા ખાતે ગુરુવારે સાંજે 5 સુધીમાં કોરોનાગ્રસ્તો સહિત કુલ 9 મૃત્યુદેહના અંતિમ સંસ્કાર યોજાયાની માહિતી મળી છે. બુધવારે રાતે ઉચવાણીયાના યુવાનને ઓક્સિજનની સમસ્યા સર્જાતા સ્વજનોએ એમ્બ્યુલન્સોને અને હોસ્પિટલોમાં દર્દી માટે જગા કરવા માટે સંપર્ક આદર્યો હતો. લગભગ 7 -8 હોસ્પિટલોમાં મુલાકાત બાદ પણ વધુ હોસ્પિટલમાં તપાસ કરતા અગાઉ જ રાતના યુવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

કતવારા 10 દિવસ જ્યારે ટીમરડા, હિમાલા, રાછરડા સપ્તાહ સુધી બંધ
કોરોના સંક્રમણને ખાળવા માટે તબીબી આલમ સાથે આખુ વહિવટી તંત્ર વિવિધ પ્રકારની જહેમત ઉઠાવી રહ્યું છે. તે છતાય એપ્રિલ માસ કપરો સાબિત થઇ રહ્યો છે. વધતા કેસોને જોતા દાહોદ તાલુકાના ત્રણ ગામના લોકોએ સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.

​​​​​​​દાહોદના તાલુકા વિકાસ અધિકારી અને કતવારા પી.એસ.આઇ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કતવારા, ટીમરડા, હિમાલા , રાછરડામાં પીએચસી મુલાકાત લીધી હતી. આ સાથે ગામના અગ્રણીઓ અને વેપારી મંડળ, સરપંચ સાથે બેઠક કરી હતી. ટીમરડા, હિમાલા અને રાછરડામાં 7 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જ્યારે કતવારામાં દસ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: