સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: દાહોદ પાલિકામાં કોંગ્રેસના 1 ઉમેદવાર સહિત કુલ 8 લોકોએ ઉમેદવારી નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અત્યાર સુધી પાલિકા માટે 182 ઉમેદવારો દ્વારા 485 ફોર્મનો ઉપાડ

દાહોદ પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત તા.10-2-’21 ને બુધવારે સાંજ સુધીમાં કુલ મળીને 182 ઉમેદવારો દ્વારા કુલ 485 ફોર્મનો ઉપાડ થયો હતો. તો તે પૈકી બુધવારે સાંજ સુધીમાં કુલ મળીને 8 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.

બુધવાર સુધીમાં વોર્ડ નં: 3 અને 7 માંથી 2-2, વોર્ડ નં: 4 માંથી 1 અને વોર્ડ નં:5 માંથી 3 મળીને કુલ 8 લોકોએ ઉમેદવારી કરી છે.જે પૈકી 7 અપક્ષ ઉમેદવારો સહિત વોર્ડ નંબર-7 માંથી કોંગ્રેસના દિનેશ સિકલીગરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અગાઉના 408 ફોર્મના ઉપાડ બાદ બુધવારે વધુ 77 ફોર્મના ઉપાડ સાથે અત્યાર સુધીમાં કુલ 485 ફોર્મનો ઉપાડ નોંધાયો છે. તો ઝાલોદ નગર પાલિકાની માત્ર 2 બેઠકોની ચૂંટણી માટે વધુ 5 ફોર્મ સાથે અત્યારસુધીમાં કુલ મળીને 20 ફોર્મનો ઉપાડ થયો છે.

આ સાથે દાહોદ જિલ્લા પંચાયતની 31 બેઠકો માટેની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ મળીને 562 ફોર્મનો ઉપાડ થયો હતો. જે અંતર્ગત જિલ્લા પંચાયતની ગરબાડા બેઠક માટે 51, ધાનપુર બેઠક માટે 38, લીમખેડા બેઠક માટે 40, સીંગવડ બેઠક માટે 27, દેવગઢ બારીયા બેઠક માટે 49, ફતેપુરા બેઠક માટે 121, ઝાલોદ બેઠક માટે 138, દાહોદ બેઠક માટે 73 અને સંજેલી બેઠક માટે 25 મળી કુલ 562 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો છે.

જિલ્લા પંચાયતની ઝાલોદ અને સંજેલી બેઠક માટે બુધવારે 2-2 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. તો દાહોદ તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત ગરબાડા બેઠક માટે 185, ધાનપુર બેઠક માટે 226, લીમખેડા બેઠક માટે 269, સીંગવડ બેઠક માટે 151, દેવગઢ બારીયા બેઠક માટે 217, ફતેપુરા બેઠક માટે 423, ઝાલોદ બેઠક માટે 300, દાહોદ બેઠક માટે 402 અને સંજેલી બેઠક માટે 112 મળી કુલ 1727 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો છે. જે પૈકી બુધવારે સીંગવડના 1, ફતેપુરાના 4, ઝાલોદના 5, સંજેલીના 16 અને દાહોદના 2 મળી કુલ 28 ઉમેદવારોએ મંગળવારે પોતાનું ફોર્મ ભર્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: