સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: સંજેલી તા.પંચાયતની 16 બેઠકો માટે 16 ઉમેદવારીપત્રો ભરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક
સંજેલી તાલુકામાં ઉમેદવારી પત્રો ભરાયા. - Divya Bhaskar

સંજેલી તાલુકામાં ઉમેદવારી પત્રો ભરાયા.

  • કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે ઉત્સાહભેર આવ્યા

દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયતની 16 બેઠકો માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સંજેલી તાલુકામાં કોંગ્રેસે શ્રીગણેશ કર્યા હતાં. જેમાં આજે 12 વાગ્યાના સમયે ચમારીયા તેમજ હિરોલા જિલ્લા પંચાયતની બેઠક માટેના 2 ઉમેદવારે આજરોજ સંજેલી મામલતદાર કચેરી ખાતે તાલુકા ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ઉમેદવારો તેમજ તેમના ટેકેદારોને થર્મલ ગનથી ચેક કરીને પ્રવેશ અપાયો હતો.

ઉલ્લેખનીય એ છે કે આજે 11 વાગ્યાથી જ સંજેલી સેવા સદનમા કોંગ્રેસના કાર્યકરો ઉત્સાભેર આવી પહોચ્યા હતાં. જિ. પં.ની બેઠક માટે આજે ચમારીયા 1, હિરોલા માટે 1 આમ કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જયારે તાલુકા પંચાયતની બેઠક માટેના આજે કુલ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાની માહિતી મળી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: