સ્કૂલમાં કોરોના ફેલાયો: દાહોદ જિલ્લામાં વધુ ચાર શિક્ષક કોરોના પોઝિટિવ થયા, વિદ્યાર્થીઓ અને શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનાની ઝપેટમાં - Divya Bhaskar

ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનાની ઝપેટમાં

  • લીમખેડાની એક શાળાના વધુ ત્રણ શિક્ષકને ચેપ લાગ્યો
  • દાહોદની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પણ કોરોના ગ્રસ્ત

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વકરી રહ્યુ છે. ત્યારે દાહોદ જિલ્લાની બે શાળાઓમાં આચાર્ય સહિત શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેથી શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનોમાં સપડાયાં

દાહોદ જિલ્લાની લીમખેડામાં આવેલી એક શાળામાં એક સાથે ત્રણ શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે. તેમજ ત્રણ દિવસ અગાઉ આ શાળામાં એક શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી. અને આજે વધુ આજ શાળાના બે શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. બીજી તરફ દાહોદ શહેરમાં આવેલી ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનોમાં સપડાયાં છે.

કોરોના ગાઈડ લાઈનના પાલન બાબતે કડક સુચનાઓ આપવામાં આવી

ત્યારે આ શાળામાં આચાર્યને કોરોના પોઝિટિવ આવ્યાં છે. શાળાઓમાં કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ પણે પાલન કરવામાં આવે તેવી વાલીઓમાં પણ માંગ થવા માંડી છે. ત્યારે શાળાઓમાં કોરોનાની ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન કરી બેદરકારી રાખવામાં આવતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. તેમજ આ મામલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાની શાળાઓના સત્તાધિશોને કોરોના ગાઈડ લાઈનના પાલન બાબતે કડક સુચનાઓ આપવામાં આવે તે હાલના સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: