સુવિધા: 100 બેડના પ્રા. સારવાર કોવિડ કેર સેન્ટરનો સાંસદ દ્વારા પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદની સરકારી કુમાર છાત્રાલયમાં કોવિડ સેન્ટર શરૂ

દાહોદના સાંસદ જશવંતસિહ ભાભોર દ્વારા સંચાલિત દાહોદના ઝાલોદ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય વિકસતી જાતિ દાહોદ ખાતે આજરોજ કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ એક 100 બેડનુ તૈયાર થયેલ પ્રાથમિક સારવાર કોવિડ કેર સેન્ટરનુ સાંસદના હસ્તે રીબીન કાપીને દર્દીઓની સુવિધા માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતું. શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમા દર્દીઓને બે ટાઇમ ચા નાસ્તો, રહેવા જમવાની સુવિધા સાથેનુ કોવિડ સેન્ટર ખુલ્લુ મુકવામા આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ કલેકટર વિજય ખરાડી, દાહોદ જીલ્લા વિકાસ અધિકારી રચિતરાજ, પ્રવાસન નિગમના પૂર્વ ડીરેકટર જીલ્લા પંચાયતના સદસ્ય સુધીરભાઇ લાલપુરવાલા, વિનોદભાઇ રાજગોર, કનૈયાભાઇ કિશોરી, વિજયભાઇ પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારીને પહોચીવળવા અને જીલ્લામા થતી કામગીરીની સાંસદ જશવંતસિંહ ભાભોરે કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી હતી. સાથે દર્દીઓ માટે એક લાખ દવાના પેકટ તૈયાર કરવા પણ અધિકારીને સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: