સુવિધા: રેમડેસિવિર ઇન્જેક્શન કોવિડ દર્દીઓને સરળતાથી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

ડેડીકેટેડ કોવીડ હોસ્પીટલમાં દાખલ કોવિડ દર્દીઓ સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે.
કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોવીડ દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર, સીટીસ્કેન કે આરએટી રિપોર્ટ, રેમડેસિવર ઇન્જેક્શન ભલામણ કરનાર એમ.ડી. ડોક્ટરનું પ્રિસ્કીપ્શન એટલા દસ્તાવેજો વોટ્સએપ નંબર 08200140854 અને 09824953953 પર વોટ્સએપના માધ્યમથી મોકલ્યા બાદ અથવા કન્ટ્રોલ રૂમના 02673-239055 અને 7567895504 નંબર પર ફોન કરી જરૂરી માહિતી પુરી પાડ્યા બાદ, આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટરોને જ રેમડેસિવર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. આ માટે તમામ ડોક્ટરોએ તેમના એક માણસને રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરોના અધિકૃત પ્રતિનિધિને હેલ્પલાઇનમાંથી સુચના મળ્યે રેમડેસિવર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed