સુવિધા: દે. બારિયા તાલુકામાં 15 કરોડથી વધુના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તા બનશે
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકામાં 28 રસ્તાઓ બનાવવાનું ખાતમૂહૂર્ત કરાયું.
- ટીડકી ગામેથી રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ખાતમુહૂર્ત કરી રસ્તાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો
- ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામે પણ પાકા રસ્તાની કામગીરી શરૂ
દાહોદ જિલ્લામાં 15 કરોડથી વધુના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તાની કામગીરીનો આરંભ રાજયમંત્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારિયાના ટીડકી ગામથી ખાતમુહૂર્ત કરાવીને કર્યો હતો. ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામ ખાતે પણ પાકા રસ્તાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. દેવગઢ બારીયાના ગામોમાં 1576.50 લાખના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
6 ગામોમાં ખાતમુહૂર્ત કરાયું તેમાં ટીડકી ગામના 2 રસ્તાઓ 2 કી.મી. અને 3.50 કી.મી.ની લંબાઇના અનુક્રમે 1 કરોડ તથા 70 લાખના ખર્ચે, ઝાબીયામાં 1.20 કીમીની લંબાઇનો એક રસ્તો 39.43 લાખના ખર્ચે, મોટી ખજૂરી ગામમાં બે રસ્તાઓ 0.60 અને 7 કીમીનાં 40 લાખ અને 3.5 કરોડના ખર્ચે, અંતેલા ગામમાં 1.63 કીમી અને 5 કી.મીના બે રસ્તાઓ 30.97 લાખ અને 393.21 લાખના ખર્ચે, હીન્દોલીયા ગામમાં 1.85 કી.મી.નો એક રસ્તો 75 લાખના ખર્ચે, અસાયડી ગામમાં 5.60 કી.મી.નો એક રસ્તો 477.89 લાખના ખર્ચે પાકા રસ્તાઓ બનવાથી ગામનો વિકાસ ઝડપી થશે. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અમરસિંહ રાઠવા, કરણસિંહ, સરદારસિંગ દેવગઢ બારીયાના પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રતિક સોની, ગામના સરપંચ, આંગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Related News
સ્વયંભૂ લોકડાઉન: ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
અછત: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 70 MBBS તબીબની જરુર સામે માત્ર પાંચ જ ડોક્ટર મળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed