સુવિધા: દિવાળીના તહેવારોને પગલે દાહોદથી 150 વધારાની બસો દોડશે

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ એસટી ડેપો દ્વારા આગામી દિવાળી તહેવારોને અનુલક્ષીને પગલે તા. 7થી 13 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ માટે 13 રૂટ ઉપર 150 એક્સટ્રા બસો દોડશે. જિલ્લામાં રહેતા લોકોને પોતાના વતનમાં જવા માટે અને બહારના જિલ્લામાં રહેતા લોકોને દાહોદ પોતાના વતનમાં પરત ફરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

વધારાની બસોનું સંચાલન સાંજના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા દરમિયાન કરશે. અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, તળાજા, રાજકોટ, મહુવા, ગારિયાધાર, ગઢડા, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, ડિસા, પાલનપુરના રૂટ ઉપર બસો ચાલશે. આ સુવિધાનો લાભ એડવાન્સ બૂકિંગ કે ગ્રુપ બૂકિંગમાં પણ મેળવી શકાશે.


Related News

Comments are Closed

%d bloggers like this: