સુવિધા: દાહોદ પાલિકા દ્વારા કોરોના માટે ગુરુવારથી સહાયતા કેન્દ્ર શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોના સહાયતા કેન્દ્ર માટે 94299 76004 ઉપર સંપર્ક કરવા જણાવાયું

દાહોદ નગરમાં કોરોનાનું સંક્રમણ પારાવાર માત્રામાં વ્યાપ્ત બન્યું છે ત્યારે દાહોદ નગર પાલિકા તંત્ર દ્વારા દાહોદના ફાયર સ્ટેશન સંકુલમાં 24*7 ધોરણે ચાલનાર એક સહાયતા કેન્દ્રનો આજથી આરંભ થનાર છે. દાહોદમાં કોરોનાના દર્દીઓને જે તે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટે જે તે દવાખાનામાં જગ્યા છે કે કેમ, ત્યાં આગળ બાયપેપ કે વેન્ટિલેટરની સુવિધા પ્રાપ્ય થશે કે કેમ તે સંદર્ભે એમ્બ્યુલન્સ સહિતની યોગ્ય તે સહાયતા મળી રહે તેવા શુભાશયથી દાહોદના ઠક્કરબાપા રોડ સ્થિત ફાયર સ્ટેશન ખાતે એક કોવિડ સહાયતા કેન્દ્રનો આરંભ થયો હતો.

આ કોવિડ સેન્ટર ખાતે 24 કલાક દરમ્યાન કપિલ ત્રિવેદી, સુભાષ પ્રેમજાની અને મનોજ શર્મા જેવા ત્રણ અધિકારીઓ વારાફરતી હાજર રહેશે અને આ માટે 94299 76004 ઉપર સંપર્ક કરી જે તે દર્દીના સ્વજનો જે તે હોસ્પિટલો વિશેની લેટેસ્ટ માહિતી મેળવી શકશે. આ સેન્ટરના ઉદ્ઘાટન ટાણે પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, કારોબારી ચેરમેન લખન રાજગોર અને પક્ષના નેતા રાજેશ સહેતાઈ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: