સુવિધા: દાહોદ જિલ્લા માટે આજથી સ્પે. ટ્રેનનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં આજથી વધુ એક ટ્રેનની સુવિધા રેલવે વિભાગ દ્વારા આપી છે. 09019-09020 બાન્દ્રા ટર્મિનસ હરિદ્વાર-બ્રાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન 11 જાન્યુ.થી શરૂ કરશે. આ ટ્રેન 11 જાન્યુઆરીથી બાન્દ્રા ટર્મિનસથી 00.05 વાગ્યા નીકળી રતલામ મંડળના સંતરોડ, પીપલોદ, લીમખેડા, મંગલમહૂડીથી સવારે 9.03 વાગ્યે દાહોદ બાદ બોરડી, સ્ટેશને રોકાશે. બીજા દિવસે આ ટ્રેન મુંબઇ તરફ જવા માટે 11.27 વાગ્યે દાહોદ શહેરના સ્ટેશને રોકાશે. કોઇ કારણોસર આ ટ્રેનને બોરડી સ્ટેશને વધુ સમય સુધી રોકવામાં આવશે. ટ્રેનમાં બે સેકન્ડ એસી કમ થર્ડ એસી, દસ સ્લીપર અને ચાર સામાન્ય શ્રેણિના કોચ રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: