સુવિધા: દાહોદ અને ફતેપુરામાં સાંસદની ગ્રાન્ટમાંથી ‌એમ્બ્યુલન્સ ફળ‌વાઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
સાંસદ જશવંતસિંહ ભાભોરે વિકાસ નિધિમાંથી ‌ઝાયડ્સ‌ ‌મેડિકલ‌ ‌કોલેજ‌ ‌અને‌ ‌સિવિલ‌ ‌હોસ્પિટલને એમ્બ્યુલન્સ‌ ફાળવી હતી. - Divya Bhaskar

સાંસદ જશવંતસિંહ ભાભોરે વિકાસ નિધિમાંથી ‌ઝાયડ્સ‌ ‌મેડિકલ‌ ‌કોલેજ‌ ‌અને‌ ‌સિવિલ‌ ‌હોસ્પિટલને એમ્બ્યુલન્સ‌ ફાળવી હતી.

દાહોદ સાંસદ જશવંતસિંહ ‌ભાભોરે‌ ‌સ્થાનિક‌ ‌વિકાસ‌ ‌નિધિમાંથી‌ ‌રૂ.‌‌૫૦‌ ‌લાખની‌ ‌ગ્રાંટ‌ ‌આ‌ ‌એમ્બ્યુલન્સની‌ ‌ખરીદી‌ ‌કરવા‌ માટે‌ ‌જિલ્લા‌ ‌વહીવટી‌ ‌તંત્રને‌ ‌ફાળવી‌ ‌હતી.‌ ‌જિલ્લા‌ ‌વહીવટી‌ ‌તંત્ર‌ ‌દ્વારા‌ ‌આ‌ ‌ગ્રાંટમાંથી‌ ‌એક‌ ‌આઇસીયુ‌ ‌વ્હિલ્સ‌ ‌અને‌ એવી‌ ‌જ‌ ‌અદ્યતન‌ ‌સુવિધા‌ ‌ધરાવતી‌ ‌અન્ય‌ ‌એક‌ ‌મળી‌ ‌કુલ‌ ‌બે‌ ‌એમ્બ્યુલન્સની‌ ‌ખરીદી‌ ‌કરી‌ ‌હતી.‌ ‌જેમાંથી‌ ‌એક‌ એમ્બ્યુલન્સ‌ ‌ઝાયડ્સ‌ ‌મેડિકલ‌ ‌કોલેજ‌ ‌અને‌ ‌સિવિલ‌ને‌ ‌તથા‌ ‌એક‌ ‌ફતેપુરા‌ ‌સીએચસીને‌ ‌ફાળવી‌ ‌છે.‌ ‌સાંસદે‌ ‌આજે‌ ‌આ‌ ‌એમ્બ્યુલન્સને‌ ‌લીલી‌ ‌ઝંડી‌ ‌આપી‌ ‌પ્રસ્થાન‌ ‌કરાવ્યું‌ ‌હતું.‌

‌આ‌ ‌વેળાએ‌ ‌જિલ્લા‌ પંચાયતના‌ ‌પ્રમુખ‌ ‌શીતલબેન‌ ‌વાઘેલા,‌ ‌નગરપાલિકાના‌ ‌પ્રમુખ‌ ‌રીનાબેન‌ ‌પંચાલ,‌ ‌આયોજન‌ અધિકારી‌ ‌કિરણ‌ ‌ગેલાત,‌ ‌મુખ્ય‌ ‌જિલ્લા‌ ‌આરોગ્ય‌ ‌અધિકારી‌ ‌ડો.‌ ‌રમેશ‌ ‌પહાડિયા,‌ ‌ઝાયડ્સના‌ ‌સીઇઓ‌ ‌સંજય કુમાર‌, દાહોદ ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ કલેક્ટર વિજય ખરાડી જીલ્લા આરોગ્ય અધિકારી, સહિત અધિકારીઓ પદાધીકારીઓઆ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: