સુવિધા: દાહોદમાં MRI-સીટી સ્કેનની સેવાઓ સાથેના એક્સ-રે હાઉસનો શુભારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એક્સ-રે હાઉસની આણંદ, ગોધરા, ડાકોર, બોરસદ અને પેટલાદમાં શાખાઓ

સમગ્ર ગુજરાતમાં રેડિયોલોજી સેવાઓ માટે જાણીતા એક્સ- રે હાઉસનું રવિવાર તા.31 જાન્યુઆરી, 2021 ના રોજ દાહોદ ખાતે શુભારંભ થયેલ છે. દાહોદ સહિતની જનતાને એમ.આર.આઈ, સી.ટી. સ્કેન, 4- ડી સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે મેમોગ્રાફી જેવી સુવિધાઓ એક જ સ્થળે મળી શકશે. અદ્યતન ટેકનોલોજી દ્વારા દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન થઈ શકશે.

એક્સ-રે હાઉસના ડિરેક્ટર અને ચીફ રેડીયોલોજિસ્ટ ડોક્ટર રિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આણંદ ખાતે સેવાઓ આપી રહેલ છે. એક્સ-રે હાઉસની આણંદ, ગોધરા, ડાકોર, બોરસદ અને પેટલાદ ખાતે શાખાઓ છે. મૂળ વતન દાહોદ ખાતે સેવા શરૂ કરતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. સમગ્ર એક્સ-રે હાઉસ ટીમ ડોક્ટર હિતેશ પ્રજાપતિ, ડોક્ટર શિવાની ચૌધરી, ડોક્ટર શ્ચેતાંગ સોલંકી તથા ડોક્ટર પ્રતીક ખોખાની હાજર રહ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: