સુવિધા: દાહોદમાં કોરોનાનું સંક્રમણ વધતા નવા 8 સ્થળો પર 708 બેડ ધરાવતા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- 13 સ્થળો પર 777 પથારીઓની વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખવામા આવી
દાહોદ જિલ્લો કોરોના વાયરસની બીજી લહેરની ચપેટમાં આવી જનારા દર્દીઓને સારવારમાં કોઇ પણ પ્રકારની ઉણપ ના રહે એ માટે દિનરાત મહેનત કરી રહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 708પથારીની સુવિધા સાથેના આઠ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેથી હવે સામાન્ય દર્દીઓને તાલુકા મથકોએ પણ સારવાર આપી શકાશે. દાહોદના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે પ્રાંત કચેરી તથા આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. સ્થાનિક ટીમો દ્વારા કેટલાક સ્થળો સૂચત કર્યા હતા. જેના આધારે આ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં દાહોદની એન્જીનીયરિંગ તથા પોલીટેકનિક બોયઝ હોસ્ટેલમાં 120-120, ગરબાડાની મોડેલ સ્કૂલમાં 48, ઝાલોદની આદર્શ નિવાસી કન્યા શાળામાં 50, ફતેપુરમાં વાંગડ સ્થિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં 70, સંજેલીમાં થાળા સ્થિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં 50, ધાનપુરમાં પાવની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં 50 અને દેવગઢ બારિયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 200 પથારીની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ઉભું કરવામાં આવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ આપત્તિના સમયે કામમાં આવ્યું છે. આ આઠ સ્થળોએ કુલ 708 પથારીની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે.
તદ્દઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજુ બીજા 13 સ્થળોએ તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની ૭૭૭ પથારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed