સુવિધા: દાહોદની ઝાયડસમાં 5 ડાયાલિસિસ મશીનની સુવિધા કાર્યાન્વિત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ પરિસરમાં નવા 5 ડાયાલિસીસ મશીનની સુવિધાનો શુભારંભ થતા દાહોદ શહેર અને જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. દાહોદની નવનિર્મિત ઝાયડસ હોસ્પિટલ ખાતે તા. 16ને મંગળવારથી ‘બહુજન હિતાય’ના ન્યાયે કાર્યરત આ‌ હોસ્પિટલમાં રાતદિવસ આવતા સેંકડો દર્દીઓને ઉપયોગી એવી સગવડ પ્રાપ્ત થાય તેવા શુભાશયથી એક સાથે પાંચ નવા ડાયાબિટીસ મશીનની સુવિધા ઉમેરવામાં આવી છે.

તા.16ના રોજ ઝાયડસના સી.ઓ.ઓ. ડૉ.‌સંજયકુમાર, ડીન ડો.સી.બી. ત્રિપાઠી,એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો મોહિત દેસાઈ તથા ડો પી.ડી.મોદી, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સિનિયર મેનેજર હેતલબેન રાવ, એડમીન વિશાલ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં આ 5 મશીનોનું લોકાર્પણ યોજાયું‌ હતું. નેફ્રિક હેલ્થકેર પ્રા. લિમિટેડ તથા દાહોદ ઝાયડસ વચ્ચે થયેલ એમઓયુના ભાગરૂપે રૂ.50 લાખના પાંચ મશીનો સહિત કુલ રૂ.1.25 કરોડના ખર્ચે આઉટસોર્સ કરી કાર્યાન્વિત થયેલ ડાયાલિસિસ મશીનની સુવિધા થકી કીડની સહિતની અનેક ગંભીર વ્યાધિઓથી પીડિત દર્દીઓને દાહોદ બેઠાં આ સુવિધા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: