સુવિધા: દાહોદથી પસાર થતી મહત્વની ત્રણ ટ્રેનોને દાહોદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાંદ્રા ટર્મિનલ-જયપુર-બાંદ્રા ટર્મિનલ સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ ઓખા-નાથદ્વારા-ઓખા ટ્રેનને સ્ટોપેજ ઈન્દોર-ગાંધીનગર-ઈન્દોર ટ્રેનને સ્ટોપેજ

દાહોદ રેલવે સ્ટેશન પર મહત્વની ત્રણ ટ્રેનોના સ્ટોપેજ મળતાં દાહોદ જિલ્લાવાસીઓને મુસાફરી માટે વધુ વિકલ્પો મળી રહેશે. બાન્દ્રા ટર્મિનલ – જયપુર- બાન્દ્રા ટર્મિનલ સ્પેશિયલ સુપફાસ્ટ ટ્રેન તારીખ ૨૨મી ફેબ્રુઆરીના રોજથી વિભિન્ન સ્ટેશનો પરથી પસાર થશે જેમાં બાન્દ્રા ટર્મિનલથી દાહોદ, રતલામ, નાગદા થઈ જયપુર પહોચશે. ત્યારબાદ બીજા દિવસે બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર તેમજ દુર્ગાપુરા સ્ટેશનો પર રોકાશે.

બીજી તરફ ઓખા – નાથદ્વારા – ઓખા સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન તારીખ ૨૪મી ફેબ્રુઆરીથી ઓખાથી દર બુધવારે ઉપડશે. આ ટ્રેન ઓખાથી દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ થઈ આ ટ્રેન બીજા દિવસે નાથદ્વારા પહોંચશે. ૨૫મી ફ્રેબુઆરીથી દર ગુરૂવારે આ ટ્રેન નાથદ્વારાથી ઉપડી ચિત્તોડગઢ, નીમચ, મંદસૌર, રતલામ થઈ બીજા દિવસે ઓખા પહોંચશે.

ત્રીજી ટ્રેન ઈન્દૌર – ગાંધીનગર – ઈન્દૌર સ્પેશિયલ ટ્રેન ૦૧ માર્ચ ઈન્દૌરથી ઉપડી દેવાસ, ઉજ્જૈન, નાગદા, ખાચરોદ, રતલામ, મેઘનગર, દાહોદ તેમજ ગોધરા પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરથી ૨ માર્ચના રોજ આ તમામ સ્ટેશનો પરથી પસાર થઈ ઈન્દોર પહોંચશે. આમ, આ બંન્ને ટ્રેનોનું સ્ટોપેજ દાહોદ રેલ્વે સ્ટેશને પણ પ્રાપ્ત થતાં જિલ્લાવાસીઓને મુસાફરીમાં સુવિધા મળી રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: