સુવિધા: ઝાલોદથી લીમખેડા તરફના રસ્તાની મરામતની કામગીરી શરૂ કરાઈ
ઝાલોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રસ્તાની મરામત કરાતા ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી
- ઘણા સમયથી રસ્તો બિસ્માર અવસ્થામાં ફેરવાઈ ગયો હતો
દાહોદ જિલ્લામાં ઝાલોદથી લીમખેડા તરફ જતો સ્ટેટ હાઈવેનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બદતર અવસ્થામાં ફેરવાઈ ગયો હતો.જેના કારણે પસાર થતા હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.રસ્તા મામલે સરપંચથી લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્ટેટ હાઇવેના અધિકારીઓને અનેકવાર લેખિતs મૌખિક રજુઆત કરવામાં આવ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા રોજિંદી અવર-જવર કરતા વાહન ચાલકોને બાયપાસ હાઇવેનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.
તેમજ ચોમાસાના સમયમાં આ રસ્તા પરથી પસાર થવું એક તબ્બકે જોખમ સમાન બની ગયું હતું.ત્યારે કુંભકર્ણંની નિંદ્રામાં સુતેલા તંત્રએ વર્ષો બાદ એક્શનમાં આવીને આખરે રસ્તાની મરામતની કામગીરી શરુ કરી હતી.
ચોમાસાના પૂર્વે સ્ટેટ હાઈવેના તૂટેલા રસ્તાની રીપેરીંગની કામગીરી પુરજોશમાં કરવામાં આવતા પસાર થતા ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.તેમજ તાલુકાના અન્ય સ્ટેટ હાઈવેના રસ્તાઓની પણ સત્વરે મરામત કરવા માટે પ્રજાજનોમાં માંગ ઉઠેલી જોવા મળી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed