સુરક્ષા વ્યવસ્થા: દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં 79માંથી 76 મતદાન મથક ગંભીર શ્રેણીમાં, માત્ર 3 મતદાન મથક જ સામાન્ય શ્રેણીમાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod Municipal Election, 76 Out Of 79 Polling Stations Are In Serious Category, Only 3 Polling Stations Are In General Category.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકાની રવિવારે યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામા આવી છે. ભૂતકાળની ઘટનાઓને ધ્યાન પર લઈ દાહોદ નગરપાલિકા વિસ્તારના 79 મતદાન મથકમાંથી 76 મતદાન મથકને ગંભીર શ્રેણીમાં મુકવામા આવ્યા છે. માત્ર 3 મતદાન મથક સામાન્ય શ્રેણીમાં દાહોદ નગરપાલિકામાં કુલ 79 મતદાન મથકો છે. જેમાં 51 મતદાન મથકોને અતિસંવેદનશીલ અને 25 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે. તો 3 મતદાન મથકોને સામાન્ય શ્રેણીમાં રાખવામા આવ્યા છે. દાહોદ નગરપાલિકામાં ત્રિકોણીય જંગ દાહોદ નગર પાલિકાની ચુંટણીમાં ત્રિકોણીય મુકાબલો છે. અહીં ભાજપા અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ભાજપાના 35, કોંગ્રેસના 35, આમ આદમી પાર્ટીના 24 અને 30 અપક્ષો વચ્ચે જંગ છે. મહત્વનું છે કે, કૉંગ્રેસના એક ઉમેદવાર ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં આજદિન સુધી તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી છે. રવિવારે મતદાન અને મંગળવારે મતગણતરી પણ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ તરફથી જરુરી બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: