સુરક્ષા જવાનોની ફૂટમાર્ચ: દાહોદના લીમખેડામાં ચૂંટણી પૂર્વે સુરક્ષા જવાનોએ ફૂટમાર્ચ યોજી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીમખેડા43 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો બંદોબસ્ત ગોઠવાશે પોલીસ સજાગ હોવાનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ વિભાગે કમર કસી છે. .ત્યારે લીમખેડામાં પોલીસે ફૂટમાર્ચ યોજી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. રાજકીય રીતે લીમખેડા સંવેદનશીલ વિસ્તાર મનાતો હોય પોલીસ સતર્ક બની છે.
જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે આચારસંહિતાના અમલ સાથેજ જરુરી પગલાં ભરવામા આવી રહ્યા છે.જિલ્લાને બે રાજ્યોની સરહદ સ્પર્શતી હોવાથી બાજ નજર રાખવામા આવી રહી છે. દરેક તાલુકા મથકોએ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પણ ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તેના માટે પાલીસ તેનો એકશન પ્લાન બનાવી રહી છે.તેના ભાગ રુપે દાહોદ જિલ્લાના રાજકીય રીતે એપી સેન્ટર માનવામાં આવતા લીમખેડા તાલુકામાં પણ પોલીસ ખાસ સતર્કતા રાખી રહી છે.તેના ભાગ રુપે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ લીમખેડામાં ડીવાયએસપીના નેતૃત્વમાં પાલીસે ફુટ માર્ચ યોજવામા આવી હતી. પોલીસ કુમક સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ફૂટમાર્ચમાં જોડાયા હતા.ચૂંટણી સમયે પોલીસ સજાગ હોવાનો સામાન્ય જનતામાં સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
ભુતકાળમાં જે મતદાન મથકોના વિસ્તારોમાં ચૂંટણી સંબંધી તકરાર થઈ હોય અથવા બુથ કેપ્ચરીંગ કે બોગસ મતદાની ફરિયાદો મળી હોય તેવા મતદાન મથકો અને વિસ્તારોની યાદી બનાવી તેમા વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો પણ નિર્ણય કરાયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed