સુજલામ સુફલામ જળ અભિયાન: દાહોદમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં 3428 કામો કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 2960 કામો હાથ ધરાશે
  • મનરેગા હેઠળ કામો થનારા હોવાથી લોકોને રોજગારી મળશે

સુજલામ સુફલામ જળ અભિયાન–2021 અંતર્ગત દાહોદ જિલ્લાની જળ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય તે માટે 3428 કામો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

વરસાદી પાણીના સંગ્રહ ઉપરાંત નદીઓને જીવિત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી ખાસ કરીને ખેડૂતોને ફાયદો થયો છે. સમગ્ર દેશમાં ગુજરાતે વરસાદી પાણીના વ્યાપક સંગ્રહ માટે આ અભિયાન થકી પહેલ કરી છે. તેના પરિણામો પણ સૌની નજર સમક્ષ છે.

કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં આ ઉનાળામાં જળ સંગ્રહ ક્ષમતાની વૃદ્ધિ માટે 3428 કામો કરવાના છે. આ કામોમાં તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમોમાંથી માટી કાઢવી, નાળા-કેનાલની સફાઇ કરવી, નદીઓની સફાઇ સહિતના કામોનો સમાવેશ થાય છે.

રાજ્ય સિંચાઇ વિભાગ દ્વારા 147, પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા 186, વન વિભાગ દ્વારા 70, વોટર શેડ દ્વારા 61 અને નગરપાલિકાઓ દ્વારા 4 કામો કરવામાં આવશે. સૌથી વધુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 2960 કામો હાથ ધરવામાં આવશે. મનરેગા હેઠળ આ કામો કરવામાં આવનારા હોવાથી દાહોદમાં લોકોને રોજગારી પણ મળશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: