સુખસરમાં 3,મોટાનટવામાં 1 મળી કુલ 4 કેસ નોંધાયા

સુખસર2 કલાક પહેલા

  • કૉપી લિંક

સુખસરમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય ખાતાએ કાર્યવાહી હાથ ધરી હતી.પંચાલ

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો વધતા અટકે તે હેતુથી આરોગ્ય તંત્ર સહિત સલામતી તંત્રો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને પ્રજાને જાગૃત પણ કરાઈ રહી છે. તેમ છતાં સુખસર સહિત પંથકમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા જતા આરોગ્ય ખાતા માટે એક પડકાર ઊભો થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. ત્યારે તંત્ર સહિત પ્રજાએ ખાસ જાગૃતિ રાખવાની જરૂર જણાઈ રહી છે.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ૩ જ્યારે સુખસર પાસે આવેલ એક મોટાનટવાના મળી કુલ ૪ જેટલા કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય ખાતાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સુખસરમાં પોલીસ સ્ટેશન પાસે આવેલ પ્રજાપતિ વાસમાં એક મહિલા સહિત બે પુરુષો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે મોટાનટવાના એક વ્યક્તિને કોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓના વધતા જતા કે સોના કારણે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: