સુખદ નવેમ્બર: નવા કેસ અને રિકવર થયેલા દર્દીની સંખ્યામાં અંતર માત્ર 1.92 ટકા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ તહેવારોમાં સંયમ અનિવાર્ય
- ત્રણ દિવસમાં 14 કેસ સામે 25ને રજા અપાઇ
દાહોદ જિલ્લામાં જુલાઇ માસથી પીક ઉપર રહેલો કોરોના છેક ઓક્ટોબર સુધી લોકોને ભયભિત કરી મુક્યા હતાં. હવે નવેમ્બરની સ્થિતિ સુખદ અને થોડી નિયંત્રમાં જોવા મળી રહી છે. જોકે, સંકટ યથાવત હોવાથી હાલમાં માસ્ક જ વેક્સિનનું કામ કરે તેમ છે. હાલમાં પણ સાવચેતી એટલી જ જરૂરી બની છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 151791 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1819 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં 1209 પુરૂષ અને 610 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 41 છે. આ સાથે કોરોનાને કારણે 4 અને કોરોના થયા બાદ કોમોર્બીડ હોય તેવા 48 પુરૂષ જ્યારે કોરોનાને કારણે 1 અને કોમોર્બીડ 21 મહિલાનું મોત થયું છે. હાલ નવેમ્બર માસમાં કોરોનાના બિલકુલ કંટ્રોલમાં હોવાથી હાશ જોવા મળી રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોનો રિક્વરી રેટ 91.95 ટકા છે. જયારે એક્ટીવ કેસોનું પ્રમાણ ફક્ત 3.90 ટકા રહી ગયું છે. કોરોના સંક્રમિતોનું બમણું થવાનું પ્રમાણ હવે 72 દિવસ સામે આવ્યુ છે. કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ 0.41 ટકા થયો છે. દરરોજ લેવામાં આવતા સેમ્પલોની સાપેક્ષે કુલ પોઝિટિવીટીનું પ્રમાણ 1.29 ટકા જોવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં કલેક્ટર વિજય ખરાડી અને ડીડીઓ રચિત રાજના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી આર.ડી પહાડિયાની આગેવાનીમાં આખુ આરોગ્ય તંત્ર આજે પણ કામગીરીમાં જોતરાયેલું છે. 1405 આરોગ્ય ટીમ દ્વારા રોજના 40384 ઘરોની મુલાકાત લઇને શરદી-ખાંસી-તાવ જેવા કેસોની ઓળખ કરીને જરૂર જણાય તો કોરોના ટેસ્ટ પણ કરી રહી છે. દરરોજ 55 ઘન્વતંરિ રથો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
એક્ટિવ કેસ અને રિકવરી વચ્ચેનું અંતર |
||
શહેર-તાલુકો | એક્ટિવ | રિકવર |
દાહોદ શહેર | 19 | 804 |
દાહોદ તાલુકો | 4 | 113 |
બારિયા શહેર | 1 | 69 |
બારિયા તાલુકો | 1 | 46 |
ઝાલોદ શહેર | 11 | 138 |
ઝાલોદ તાલુકો | 11 | 200 |
ફતેપુરા તાલુકો | 2 | 62 |
ગરબાડા તાલુકો | 2 | 113 |
લીમખેડા તાલુકો | 2 | 63 |
સંજેલી તાલુકો | 0 | 32 |
સિંગવડ | 0 | 32 |
જિલ્લામાં કોરોનાની શું સ્થિતિ રહી |
|
માસ | કેસ સંખ્યા |
એપ્રિલ | 4 |
મે | 30 |
જૂન | 20 |
જુલાઇ | 517 |
ઓગષ્ટ | 588 |
સપ્ટેમ્બર | 437 |
ઓક્ટોબર | 207 |
નવેમ્બર | 14 |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed