સારવાર: દુનિયાની નાના કદની માતાઓ પૈકીની એકની દાહોદમાં પ્રસૂતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
અલીરાજપુરની મહિલા નવજાત બાળકી સાથે - Divya Bhaskar

અલીરાજપુરની મહિલા નવજાત બાળકી સાથે

  • પીઠે ખુંધ હોવાથી એનેસ્થેસિયા ન અપાયો

દાહોદના ખાનગી દવાખાનામાં બુધવારે એક 3 ફુટ 9 ઇંચ હાઇટ ધરાવતી મહિલાની ભારે જહેમત બાદ પ્રસૂતિ થઇ હતી. મહિલાએ બાળકીને જન્મ આપતાં તેના અને તેના વિકલાંગ પતિની ખુશીનો કોઇ પાર રહ્યો ન હતો. આ મહિલાઓની ગણતરી દુનિયાની સૌથી નાના કદની માતાઓમાં કરી શકાય તેમ છે. અત્યાર સુધી દુનિયામાં 108 સેમી એટલે કે 3.5 ફુટની માતા નોંધાયેલી છે. જ્યારે આ મહિલા 120 એટલે કે 3.9 ફુટની છે.મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કોલાબૈડા ગામમાં રહેતી 32 વર્ષિય અંતરબેન ડાવરની પીઠ અને છાતી ઉપર ખુંધ હોવાને કારણે તેની હાઇટ માત્ર 3 ફુટ 9 ઇંચ છે.

ગયા વર્ષે થયા હતા લગ્ન
ગત વર્ષે એક પગે વિકલાંગ એવા કૈલાશભાઇ સાથે તેના લગ્ન હતાં. સુખી સંસારના પરિપાક રૂપે અંતરબેનના ઘરે સારા વાવડ આવ્યા હતાં. બુધવારની બપોરે તેમને પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારે પતિ કૈલાશ અને પિતા તેમને લઇને સ્થાનિક દવાખાને ગયા હતાં. અંતરબેનની હાઇટ ઓછી હોવાને કારણે તેમને ઘણી સમસ્યા હોવાથી દાહોદ લઇ જવા જણાવ્યુ હતું.

ખૂંધ હોવાથી એનેસ્થેસિયા આપ્યા વગર ઓપરેશન
કૈલાશભાઇ પત્ની અંતરને લઇને મધ્ય રાત્રે દાહોદમાં ડો.રાહુલ પડવાલના દવાખાને પહોંચ્યા હતાં. અંતર બેનના પેટમાં સ્વસ્થ બાળક અને ઓછી હાઇટને કારણે પેટ અને છાતી એક થઇ જતાં ફેફસા દબાતાં શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પીઠ પાછળ ખુંધ હોવાથી એનેસ્થિયા અપાયો ન હતો. પરિવારની સમંતિથી ડો. પડવાલે જહેમત બાદ અંતરબેનનું ઓપરેશન કરીને 2 કિલો 900 ગ્રામ વજનની સ્વસ્થ બાળકીનો જન્મ કરાવ્યો હતો.

હાઇટ નાની હોઇ ઘણા કોમ્પિલકેશન હતાં
પરિવાર બેભાન અવસ્થામાં લઇને આવ્યા હતાં. હાઇટ નાની હોવાને કારણે તેમને ઘણા કોમ્પલીકેશન હતાં. પરિવારની સંમતિ બાદ જોખમ લઇને રાતના બે વાગ્યે સફળ પ્રસૂતિ કરાવી હતી. દુનિયામાં અત્યાર સુધી સૌથી નાની 108 સેમી હાઇટની મહિલાની પ્રસૂતિ થયાનું નોંધાયુ છે. જ્યારે અંતરબેનની હાઇટ 120 સેમી એટલે કે 3 ફુટ 9 ઇંચ છે. – ડો.રાહુલ પડવાલ, પ્રસૂતિ કરાવનાર તબીબ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: