સામાન્ય ઘટના: દાહોદ જિલ્લામાં કોરોનાની રસી લેનાર 10% લોકોને તાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • તબીબોના મતે રસી મૂક્યા બાદ તાવ એક સામાન્ય ઘટના

દાહોદ શહેર સહિત જિલ્લામાં આરોગ્ય કર્મચારી અને આંગણવાડી વર્કરોને રસીકરણ બાદ હવે ફ્રન્ટલાઇન કોરોના વોરિયરને રસી મુકવાની કામગીરી ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી રસીકરણનો દાહોદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ તબ્બકામાં આરોગ્ય વિભાગ, આંગણવાડી કર્મચારીમળીને 12212 લોકોને રસી મુકવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરનું રસીકરણ શરૂ થતાં અત્યાર સુધી 3 હજાર લોકોને રસી મુકાઇ ચુકી છે.

કોરોનાની રસી અંગે કેટલાક લોકોમાં ભ્રામક વાતો ફેલાઇ રહી છે. દાહોદ જિલ્લામાં રસી મુક્યા બાદ કોઇ વ્યક્તિને આડ અસર થઇ હોય તેવી એક પણ ઘટના સામે આવી નથી. રસી મુક્યા બાદ તાવ આવવો તે સ્વાભાવિક ઘટના હોવાનું તબીબોનું કહેવુ છે.

એક અંદાજ મુજબ દાહોદ જિલ્લામાં રસી મુક્યા બાદ દર 100 પૈકીના 8થી 10 લોકોને તાવ આવે છે અને તે પૈકીના કેટલાંકને શરીરનો દુખાવો અને ઠંડી પણ ચઢતી હોય છે. જોકે, રૂટીન ટ્રીટમેન્ટ લીધા બાદ સામાન્ય થઇ જવાતુ હોવાનું જાણવા મળ્યું છે.

રસી બિલકુલ સેફ છે કોઇ આડઅસર નથી
રસી મુક્યા બાદ તાવ કે હાથ-પગ દુખવા એ સામાન્ય ઘટના છે. રસીની કોઇ આડ અસર નથી, તે બિલકુલ સેફ છે. બાળકોને વિવિધ પ્રકારની રસી મુકાવ્યા બાદ જે પ્રકારે તાવ આવે છે બસ આ પણ તેવું જ છે. પ્રથમ રસી મુકાવનાર 100 લોકોમાંથી આઠેક લોકોને તાવ આવ્યો હતો. – ડો. કમલેશ નિનામા, ઝાયડસ હોસ્પિટલ

જિલ્લામાં નવાે એકેય કેસ નોંધાયા નથી
દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા એકેય કેસ નહીં નોંધાતા લોકોને હાશકારો થયો છે.Rtpcr ટેસ્ટના 97 અને રેપીડના 390 સેમ્પલો પૈકી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: