સાંત્વના: ધાનપુરના ખજુરીમાં પરિણીતા સાથે બનેલી ઘટનાને લઇ મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ પીડિતાની મૂલાકાત લીધી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Lilaben Ankolia, Chairperson Of The Women’s Commission, Visited The Victim In Connection With The Incident That Took Place With His Wife In Khajuri, Dhanpur.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અધ્યક્ષાએ અધિકારીઓ સાથે બેઠક બાદ પોલીસની ત્વરિત કામગીરીની સરાહના કરી

ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા નારી ગૌરવ હનનની અમાનવીય ઘટનાને અનુસંધાને ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ આજે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પીડિતા સાથે મુલાકાત કરી સમગ્ર બાબતની જાત માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ ઘટના સંદર્ભે કરાયેલી ત્વરિત અને પ્રોએક્ટિવ કામગીરી ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના મહિલા સુરક્ષા સમિતિના જાગૃતિ અભિયાનની તેમણે પ્રશંસા પણ કરી હતી.

તેઓએ સર્વ પ્રથમ આ બનાવ સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, એ.એસ.પી. શૈફાલી બરવાલ, નાયબ પોલીસ અધિક્ષક ડો. કાનન દેસાઇ પાસેથી સમગ્ર ઘટનાની રજેરજની માહિતી મેળવી હતી. મહિલાનું ઉત્પીડન કરનારા તત્વો સામે કરાયેલી કાનૂની કાર્યવાહીની માહિતી પણ મેળવી હતી. આ ઘટનામાં પોલીસની સક્રીય પગલાંઓની તેમણે સરાહના કરી હતી.

મહિલાઓને આવી બાબતો પ્રત્યે સંરક્ષણ આપવા અને મહિલાઓને મળી રહેલા કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી અને આ અભિયાનને વધુ વ્યાપક કેવી રીતે બનાવી શકાય એ માટે કેટલાક માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા. તેમણે મહિલા આયોગ તરફથી સહયોગની તત્પરતા પણ દર્શાવી હતી. બાદમાં અધ્યક્ષાએ પીડિતાની પણ મુલાકાત કરી હતી. તેમણે આ બનાવ સંદર્ભે પોતાની સંવેદના વ્યક્ત કરી પીડિતાને મળી રહેલા કાનૂની સહયોગની જાતમાહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: