સર્પ દંશ: ​​​​​​​લીમખેડાના ચીલાકોટામા મહિલાને આંગણામા સાપ કરડ્યો, ઝેર શરીરમાં ફેલાતા મહિલાનું મોત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ બાળકોના માથેથી માતાનુ છત્ર છીનવાઈ ગયુ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા એક 34 વર્ષીય મહિલાને ઝેરી સાપએ ડંખ માર્યો હતો. ઝેરની અસર આખા શરીરમાં ફેલાઇ જતાં મહિલાનું મોત નિપજયાનું જાણવા મળે છે.

આજરોજ લીમખેડા તાલુકાના ભુરીયા ફળિયામાં રહેતી એક 34 વર્ષીય પરણિતા રસીલાબેન નિલેશભાઈ ભુરીયા સવારના સમયે ઘરના આંગણે મૂકેલા લાકડા લેવા માટે અને ગરમ પાણી મૂકવાની તૈયારી કરી રહ્યા હતા. લાકડા લેવા માટે આંગણામાં ગયા હતા અને લાકડા ઉઠવતાની સાથેજ લાકડામાંથી અચાનક બહાર નીકળેલા ઝેરી સાપએ રસીલાબેન કરડી ડંખ મારતા રસીલાબેન શરીરમાં ઝેરી સાપનું ઝેર ચઢવા માંડ્યું હતું અને ઘટના સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું.

પરિવારજનો દ્વારા મહિલાને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ પણ તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતક રસીલાબેનના મૃતદેહને પીએમ મોકલી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા અનુસાર આ પરિણીતા રસીલાબેનને સંતાનમાં ત્રણ બાળકો પણ છે ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: