સર્ચઓપરેશન: દાહોદ જિલ્લામાં 10 નવી અત્યાધુનિક બાઇક સાથે પોલીસ હાઇવે પર બાજનજર રાખશે
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

હાઇવે ઉપર બાઇક ઉપર રાત્રી પેટ્રોલિંગ માટે એસ.પીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
- લીલી ઝંડી આપી SP દ્વારા પ્રસ્થાન
દાહોદ જિલ્લામાં હાઇ વે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બની છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી 10 નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવી છે. આ પ્રસંગે એએસપી શૈફાલી બારવાલે પણ બાઇકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. પરિણામે હાઇવે પરની ચોરી-લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે.
રાતે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રાત્રી દરમિયાન પોલીસની 10 ગાડીઓ સતત પેટ્રોલીગ દ્વારા હાઇવે પર બાજ નજર રાખે છે. ત્યારે અત્યાધુનિક 10 બાઇકો સાથે હાઇ વે પરની સુરક્ષાને વધુ સઘન બનાવી છે. કલેક્ટરે આ માટે જરૂરી ગ્રાંન્ટની ફાળવણી કરી હતી. પંચમહાલ પોલીસ રેન્જ આઇ.જી. એમ.એસ. ભરાડાએ હાઇ વે પરની સુરક્ષાને અગત્યની પ્રાથમિકતા ગણી પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ત્યારે ભવિષ્યમાં હાઇવે પરની સુરક્ષા હજુ પણ વધુ અત્યાધુનિક સાધનો સાથે સજજ કરવામાં આવશે. હાઇવે પર મદદ માટે કોઇ પણ નાગરિક હેલ્પ લાઇન નં. 8780390397 પર ફોન કરી શકે છે. આ પ્રસંગે લીમખેડા ડીવાયએસપી દેસાઇ, ડીવાયએસપી સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
Related News
જાહેરનામાનો ભંગ: ધાનપુરના ભોરવામાં ચાંદલાવિધિમાં 200નું ટોળુ ભેગુ કરનાર સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: દાહોદ તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનના કાયદાનો ભંગ કરનાર બે સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed