સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી નિમિત્તે આજ રોજ દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર યુનીટી નો કાર્યક્રમ યોજાયો

KEYUR PARMAR BUREAU DAHOD

તારીખ 31 ઓક્ટોબર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રન ફોર યુનિટી – માનવ એકતા દોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે આ કાર્યક્રમ 31મી ઓકટોબરના રોજ યોજવામાં આવે છે પરંતુ તે દિવસે દિવાળીનો બીજો દિવસ એટ્લે કે નવું વર્ષ હોવાથી આજ રોજ તારીખ ૦૭/૧૧/૨૦૧૬ સોમવારના રોજ આ માનવ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પ્રભારી અમિત ઠાકર, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા, નાયબ કલેક્ટર કે. જે. બોર્ડર, પ્રાંત અધિકારી પદ્મરાજ ગામિત, દાહોદ જિલ્લા પ્રવાસન નિગમના ડિરેક્ટર લાલપુરવાલા, દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, દાહોદ જિલ્લા મંત્રી દિપેશ પુરોહિત તથા નાગર પાલિકાના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રન ફોર યુનિટી – માનવ એકતા દોડને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરી હતી. દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબ અને નાયબ કલેક્ટર કે. જે. બોર્ડર સાહેબે પણ ૫૦ વર્ષથી ઉપરની ઉમરના વિભાગની રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. આ દોડમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રન ફોર યુનિટી – માનવ એકતા દોડમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા હતા:
(૧) ૧૭ વર્ષથી નીચેની ઉમરમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે ખપેડ વિપુલકુમાર ગવરભાઈ, દ્વિતીય ક્રમે ક્રિશ્ચયન વિશ્વાસ સુર્યકાંતભાઈ અને તૃતીય ક્રમે ભૂરીયા મેહુલ મોહનભાઈ > ૧૭ વર્ષથી નીચેની બહેનોમાં ભૂરા દિવ્યા જવસિંહભાઈ પ્રથમ ક્રમે અને યાદવ ચંદ્રિકાબેન સંતોષભાઈ દ્વિતીય ક્રમે આવ્યા હતા.
(૨) ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની ઉમરમાં ભાઈઓમાં વિપુલ સી. ચૌધરી પ્રથમ ક્રમે, વી. બી. રાજપૂત દ્વિતીય ક્રમે અને ભાવેશ બી. ચૌધરી તૃતીય ક્રમે તથા બહેનોમાં પ્રથમ ક્રમે નાયક કલ્પનાબેન તથા દ્વિતીય ક્રમે શ્રોફ દીપિકાબેન ઋષિકુમાર આવ્યા હતા
(૩) ૫૦ વર્ષની ઉપરની ઉમરમાં ભાઈઓમાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબ પ્રથમ ક્રમે, રાજુભાઇ વસૈયા દ્વિતીય ક્રમે તથા દાહોદના નાયબ કલેક્ટર કે. જે. બોર્ડર સાહેબ તૃતીય ક્રમે રહ્યા હતા.
રન ફોર યુનિટી – માનવ એકતા દોડ દાહોદ શહેરના મધ્યમાં આવેલ સિટી ગ્રાઉન્ડ થી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે ઠક્કરબાપા ચોકડી થઈ જૂની કોર્ટ રોડ થી નેતાજી બજાર થી પડાવમાં સરદાર પટેલ ચોક ખાતે ગઈ હતી ત્યાં સરદાર વલ્લભભાઇ પટેલના બાવલાને હાર પહેરાવી ફરીથી દોડ શરૂ કરવામાં આવી હતી ત્યાથી પરત નેતાજી બજાર થી નગર પાલિકા ચોક થઈ યાદગાર ચોક થી નીકળી નહેરુ બાગ થી આગળ વધી સ્ટેશન રોડ ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાં દરેક રનવીરોને લીંબુપાણી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિજેતાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: