સમીક્ષા બેઠક: દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Review Meeting On The Current Situation Of Corona Was Held At Dahod District Service House Under The Chairmanship Of Minister Bachubhai Khabad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેક્સિનેશન અભિયાન સહિતની બાબતો અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા

રાજયમંત્રી બચુભાઇ ખાબડે આજે જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ, સરકારી-ખાનગી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, ઓક્સિજન, રેમડેસિવિર, વેક્સિનેશન અભિયાન સહિતની બાબતો અંગે અદ્યતન માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા જનજાગૃતિ આવશ્યક
મંત્રી ખાબડે જણાવ્યું હતુ કે, વિલેજ કોવિડ કેર સેન્ટર દરેક ગામે ઉપલબ્ધ બન્યાં છે. ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા જનજાગૃતિ આવશ્યક છે. જિલ્લામાં લગ્નપ્રસંગો આગામી પખવાડિયા સુધી બંઘ રહે તો સંક્રમણ કાબુમાં લેવા સારૂ કામ થઇ શકે છે. એ માટે લોકજાગૃતિ આવશ્યક છે. સાથે લોકો બને તેટલા ઘરે રહે અને અનઆવશ્યક રીતે બહાર ન નીકળે એ પણ એટલું જ જરૂરી છે. જિલ્લામાં સર્વેલન્સની કામગીરી સઘન બને અને મેડીકલ કીટ વિતરણ પણ એટલું જ જરૂરી છે. જેમનો વારો આવતો હોય તેવા નાગરિકોને વેક્સિન સત્વરે લઇ લે એ માટે જનજાગૃતિ અભિયાન સઘન કરવું જોઇએ.

જિલ્લામાં અત્યાર સુધીમાં 442793 લોકોએ વેક્સિનનો લાભ લીધો

બેઠકમાં મંત્રી બચુભાઇ ખાબડને કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પચાસ ટકાથી વધુ બેડ ખાલી છે અને સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. અત્યારે સંક્રમિત થઇ રહેલા કોવિડ દર્દીઓ કરતા સાજા થતા દર્દીઓનું પ્રમાણ વધારે છે. તે પણ એક હકારાત્મક બાબત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 442793 લોકોએ વેક્સિનનો લાભ લીધો છે.

ડોક્ટસ-સ્ટાફ નર્સ સહિતના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી

મંત્રી ખાબડે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો જયાં કોરોના સંક્રમણના કેસો વધારે આવી રહ્યાં છે તેની માહિતી મેળવી હતી. અને ત્યાં સર્વેલન્સ-ધન્વતંરિ રથ સહિતના વિવિધ ઉપાયો અંગે સૂચન કર્યા હતા. તેમણે જિલ્લામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા ડોક્ટસ-સ્ટાફ નર્સ સહિતના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, ડીવાયએસપી બેન્કર, ઝાયડસ હોસ્પીટલના સીઇઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: