સમીક્ષા: દાહોદ જિલ્લાની સ્થિતિ અતિગંભીર થતાં મુખ્યમંત્રી 20 એપ્રિલે દાહોદની મુલાકાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાટણ અને જામનગર બાદ સીએમ સમીક્ષા માટે આવતા હોય તેવો દાહોદ ત્રીજો જિલ્લો 11 કલાકે યોજાનારી બેઠકમાં મહત્વના પ્રશ્નોની ચર્ચા જરુરી

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં દાહોદ જિલ્લાની પણ સ્થિતિ ખરાબ છે. જ્યારે જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા આવતીકાલે મુખ્યમંત્રી વિજય રુપાણી દાહોદની મુલાકાતે આવી રહ્યાં છે. સી.એમ રૂપાણી જિલ્લાની સ્થિતિ મામલે સ્થાનિક તંત્ર સાથે બેઠક કરશે.

ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં સ્થિતિ ચરમસીમાએ પહોંચી ગઇ છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ હવે અતિગંભીર પરિસ્થિતિ છે. ઝાયડસ હોસ્પીટલ હાઉસ ફુલ છે તેમજ ખાનગી હોસ્પીટલોમાં પણ એક પણ પથારી પૈસા ચુકવવા છતાં મળે તેમ નથી.સ્માશન અને કબ્રસ્તાનમાં અંતિમ વિધિ માટે કતારો જામી રહી છે તેમ છતાં એક મોટો વર્ગ હજુ પણ ગંભીરતા સમજવા તૈયાર નથી તે સ્પષ્ટ છે.

ગામડાઓમાં ઘેર ઘેર ખાટલા છે

જિલ્લામાં 150 મોતનો આંકડો સત્તાવાર જાહેર છે પરંતુ વાસ્તવિક્તા કંઇક જુદી જ છે. ગામડાઓમાં ઘેર ઘેર ખાટલા છે તેમજ ઝાલોદ શહેરી વિસ્તાર પછી ગ્રામ્યમાં હવે કોરોના વિસ્ફોટ થયો છે. સરેરાશ સ્થિતિ વિકટ થઇ ગઇ છે અને તંત્ર હવે સંપૂર્ણ નિઃસહાય થઇ ગયુ છે. જિલ્લાની સાચી સ્થિતિની માહિતી રાજ્ય કક્ષાએ પહોંચાડવામાં આવે છે. હવે સમીક્ષાનો વારો દાહોદ જિલ્લાનો આવ્યો છે. જે જિલ્લાની સ્થિતિનુ ચિત્ર કેટલુ બિહામણું હશે તે આપોઆપ સ્પષ્ટથઇ રહ્યુ છે.

સીએમ રુપાણી કોરોનાની સમીક્ષા કરશે

કારણ કે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી તારીખ 20 એપ્રિલના રોજ કોરોનાની સમીક્ષા કરવા દાહોદ આવી રહ્યા છે. રાજ્યમાં પાટણ અને જામનગર બાદ મુખ્યમંત્રી કોઇ જિલ્લામાં જાતે સમીક્ષા માટે જતા હોય તેવો ત્રીજો જિલ્લો દાહોદ છે. ત્યારે હવે સ્થાનિકોએ સમજવુ રહ્યુ કે જિલ્લામાં સ્થિતિ ક્યાં પહોંચી ચુકી છે. મુખ્યમંત્રી સવારે 11 કલાકે જિલ્લા સેવા સદનમાં બેઠક કરશે અને જિલ્લાની સ્થિતિનો તાગ મેળવશે તેમ જાણવા મળ્યુ છે.

જિલ્લામાં કોરોના કેવી રીતે કાબુમાં કરી શકાશે

રાજ્યના મુખ્યમંત્રી દાહોદ આવી રહ્યા છે ત્યારે આ પ્રશ્નોની ચર્ચા મહત્વની છે. જેમ કે આટલી ખાનગી હોસ્પીટલોમાં કોવિડની સારવાર શરુ કર્યા પછી પણ બેડ મળતા નથી. જિલ્લામાં ઓક્સિજનનો એક જ પ્લાન્ટ છે અને હવે ઓક્સિજનની સ્થિતિ રોજ કમાઇને રોજ ખાવા જેવી છે ત્યારે તેનું શું આયોજન થઇ શકે છે. રેમડેસિવિર ઇન્જેકશન માાત્ર જાહેરાત પુરતુ રહી ગયુ છે, તબીબો નથી. જે છે તેમાં ઘણાં કોરોના પોઝિટિવ છે. વેન્ટીલેટર પુરતા નથી,ટેસ્ટીંગ પણ ધીમી ગતિએ છે તેમજ રિપોર્ટ પણ 48થી 72 કલાકે મળે છે જે ગંભીર છે. રસીકરણમાં નિરુત્સાહનું વાતાવરણ છે ત્યારે તેવી સ્થિતિમાં જિલ્લામાં કોરોના કેવી રીતે કાબુમાં કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: