સમસ્યા: દાહોદમાં આડેધડ ખોદકામને કારણે નવી સમસ્યા, ઝરમર વરસાદમાં જ રાહદારીઓને હાલાકી
દાહોદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ગોદી રોડ પર ટ્રક ખાડામાં ફસાઇ જતાં વાહનચાલકો, રાહદારીઓ અટવાયા
દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી, ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. હાલ જિલ્લામાં ઝરમરિયા થઇ રહ્યા છે તેમ છતાં દાહોદ શહેરમાં કરેલા આડેધડ ખોદકામને કારણે નવી સમસ્યા સર્જાઇ છે. આજે એક ટ્રક ખાડામાં ફસાઇ જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે મૂશળધાર વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિનું સર્જન થશે તે હાલ કહેવું અઘરું છે.
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરુ થઇ ચુકી છે. ઘણે ઠેકાણે તો પહેલા દિવસથી જ મૂશળધાર વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં હજી મન મુકી વરસ્યા નથી. જેથી દાહોદ જિલ્લામાં પણ હજી ચોમાસુ બેઠું હોય તેમ લાગી રહ્યુ નથી કારણ કે ગરમીમાં થોડી રાહત થઇ છે, પરંતુ વાદળો વરસતા ન હોવાથી માહોલ જામતો નથી.
દાહોદ જિલ્લામાં હાલ ઝરમરિયા જ થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા મથક દાહોદમાં પણ મેઘ મહેરની રાહ જોવાઇ રહી છે. ત્યારે શહેરીજનોને ચોમાસુ જામવાની ઇંતેજારી વચ્ચે એક બીજી ચિંતા સતાવી રહી છે. કારણ કે, શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યા છે, પરંતુ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે દાહોદ જાણે ખાડોદ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. શહેરમાં નામ માત્રના વરસાદથી જ ખોદકામને કારણે સર્વત્ર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઇ ગયુ છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી નડી રહી છે ત્યારે આજે અંડર બ્રીજના બીજા છેડે ગોદી રોડ પર એક ટ્રક ખાડામાં ફસાઇ ગઇ હતી ત્યારે આવનારા દિવસોમાં આ સમસ્યા વધુ વિકટ બનશે તેમ લાગી રહ્યુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed