સમસ્યા: દાહોદ જિલ્લામાં ધો.11માં 7271 વિદ્યાર્થીઓના પ્રવેશ સામે પ્રશ્નાર્થ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- વધારાના 97 વર્ગ ઊભા કરાય તો જ સમસ્યાનું નિરાકારણ આવે
- જિલ્લાની 355 શાળામાં ધો.11 માટે 236 વર્ગખંડની જ વ્યવસ્થા : એક ક્લાસમાં 75 વિદ્યાર્થી સમાવવાનો પરિપત્ર
દાહોદ જિ.માં ધો.10 ના નોંધાયેલ 31721 વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયંુ છે. હવે ધોરણ 11માં આ વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે. પરંતુ જિલ્લામાં છાત્રોને બેસાડવા માટેના વર્ગની સંખ્યા પાંખી હોવાનું સામે આવ્યંુ છે.
જૂન પૂર્ણ થઇ ગયો છે પરંતુ આ માટે બિન અનુદાનિત મા.અને ઉ.મા. શાળામાં વધારાના વર્ગો માટે ઓનલાઇન દરખાસ્ત કરવાના હુકમ અને એક ક્લાસમાં 75 વિદ્યાર્થી બેસાડવાના પરિપત્ર સિવાય કોઇ વધારાની હિલચાલ શિક્ષણ વિભાગ કે સરકાર તરફથી દેખાતી નથી. જો વહેલી તકે કોઇ ઠોસ નિર્ણય નહીં લેવાય તો જિ.માં ધો.11માં 7271 વિદ્યાર્થીઓ સામે પ્રવેશનો પ્રશ્ન આવીને ઉભો રહે તેવો ભય જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળીને કુલ 355 શાળાઓ છે. ગઇ વખતે ધોરણ 10માં 31721 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. કોરોનાને કારણે આ તમામને માસ પ્રમોશન આપી દેવાયુ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે 582 વર્ગખંડની વ્યવસ્થા છે. પાસ થયેલા તમામને સમાવવા આ સંખ્યા ઓછી પડે તે સ્વાભાવિક છે. ત્યારે સરકારે એક વર્ગખંડમાં 75 છાત્ર બેસાડવાનો પરિપત્ર કર્યો છે. જિલ્લામાં ઓરડાની ઘટને કારણે ધો.11માં 7271 છાત્રોના પ્રવેશ સામે પ્રશ્નાર્થ દેખાઇ રહ્યો છે.
જો હયાત 326 વર્ગનો જ ઉપયોગ કરાય તો એક વર્ગમાં 97 વિદ્યાર્થી બેસાડવા પડે તેમ છે. ધો.11માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે પરંતુ આ મામલે અત્યાર સુધી કોઇ જ નિર્ણય લેવાયો નથી. જો તમામ 31721 વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવે તો સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વધુ 97 વર્ગ ઉભા કરવા પડે તેવી સ્થિતિ દેખાઇ રહી છે. દસમું પાસ કર્યા બાદ આશરે હજાર વિદ્યાર્થી ડિપ્લોમા કે આઇટીઆઇમાં પ્રવેશ મેળવતા હોય છે. તો પણ જિ.માં વર્ગની સંખ્યામાં વધારો અનિવાર્ય છે. સરકાર તરફથી કોઇ આદેશ નહીં આવતાં સંચાલકો પણ હાલ તો વિમાસણમાં છે.
વર્ગ વધારાની દરખાસ્ત માટે 15 હજારની ફી નક્કી કરાઈ
પહેલી જૂનથી બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધારાના વર્ગો શરૂ કરવા માટેની ઓનલાઈન દરખાસ્ત માંગવામાં આવી છે. બે મહિના માટે દરખાસ્ત માંગવામાં આવી છે. જેમાં વેબસાઈટ પર જઈને જે તે સેલ્ફ ફાયનાન્સ સ્કુલના સંચાલકોએ અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ફી રૂપિયા 15 હજાર નક્કી કરાઈ છે, જે પરત આપશે નહીં. > નરેન્દ્ર સોની, સંચાલક, એચીવર પ્રિ સાયન્સ સ્કૂલ, લીમડી
પ્રવેશની કોઇ સમસ્યા નહીં સર્જાય
આ વખતે એક વર્ગખંડમાં કોવિડની ગાઇડ લાઇન સાથે 75 વિદ્યાર્થી બેસાડવાની મંજુરીનો પરિપત્ર રાજ્ય સરકારે આપી દીધો છે. જો શાળાઓ પાસે ભૌતિક સુવિધા અને શિક્ષકો હોય તો તે પાળી પદ્ધતિમાં પણ શાળા ચલાવી શકે છે. દાહોદ જિલ્લામાં વિદ્યાર્થીના પ્રવેશની કે વર્ગખંડની ઘટની કોઇ સમસ્યા સર્જાશે નહીં.>કે.જી દવે, શિક્ષણાધિકારી, દાહોદ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed