સફાઈ અભિયાન શરૂ: સંજેલીમાં ઠેરઠેર ગંદકી, દબાણના દ્રશ્યોથી ચોંકી ઊઠેલા ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈકોને ટાર્ગેટ બનાવતાં વેપાર ધંધા પર માઠી અસર
- મીટિંગ બાદ પંચાયતના ગેટ આગળથી સફાઇ શરૂ
સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુદ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી, સરપંચ, તલાટીને સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, ટી.એચ.ઓ. એમ.એ.આલમના, ટીડીઓ ભુરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. નગરમાં ગંદકી ગટર પાણી રસ્તા સહિતની ઉપસ્થિત લોકોના સમસ્યા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડતા ધંધા-રોજગાર પર માઠી અસરને લઈ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
પુષ્પ સાગર કિનારે વીર શહીદો માટે બનાવેલ વાડીમાં વૃક્ષારોપણમાં પણ કચરાના ઢગલા નગરના મુખ્ય માર્ગ સહિત ફળીયાના માર્ગો પર ગંદકીઓ અને ગટરના પાણી રોડ પર પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા માટે કરતું વાહન ડિસલેરી તેમજ ચામડીયા ફળિયામાં ક્યારેય પણ આવતું નથી ગટરોમાં સાફસફાઇ તેમજ ખુલ્લી ગટરોના ઢાંકણાનો અભાવ વોટર વર્કસની મુખ્ય પાઇપલાઇનમાંથી ડાયરેક લગાવેલ અને ભૂતિયા કનેક્શનો દૂર કરી રેગ્યુલર પાણી આપવા તેમજ નવા નળ કનેકશનો આપવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. મીટિંગ પૂર્ણ થતાં જ સફાઈ કર્મચારીઓને બોલાવી તાલુકા પંચાયતના ગેટ આગળથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed