સફળતા: દાહોદમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના 3341 કામો પૂર્ણ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લામાં ચેકડેમો, તળાવો, વન તલાવડીને ઉંડા ઉતારવા ઉપરાંત કૂવાની કામગીરી કરવામાં આવી રહી છે.
- મનરેગા હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 2730 242 કામો સૂક્ષ્મ સિંચાઇને લગતા કરવામાં આવ્યા
- કાર્યકારી કલેક્ટરની સૂચના બાદ બે જ દિવસમાં 3007 કામોના જીઓ ટેગિંગ
મુખ્યમંત્રી પ્રેરિત દેશના સૌથી મોટા જળ સંગ્રહ અભિયાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં હાથ ઉપર લેવાયેલા કુલ 3385 કામો પૈકી 3341 કામો પૂર્ણ થયા છે. બાકીના 44 કામો એક સપ્તાહમાં પૂર્ણ થય એવું આયોજન હાથ ધર્યું છે. વિશેષ વાત તો એ છે કે, માત્ર છેલ્લા બે જ દિવસમાં 3007 કામોના જીઓ ટેગિંગની કામગીરી કરી છે. દાહોદ જિલ્લામાં 3000 કરતા વધુ જળસંચયના કામો સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત લેવાયા છે. જળસંચયના કામો જેમ જેમ પૂર્ણ થતા ગયા એમ એમ જિલ્લા કક્ષાએથી અધિકારીઓ દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવ્યા છે.
જેથી કામોની ગુણવત્તા જાળવી શકાય અને ફરિયાદો નિવારાય.આ કામોની સમીક્ષા કરવા માટે પ્રાંત અધિકારી તથા ટીડીઓની બેઠક બે દિવસ પૂર્વે યોજી હતી. જળ અભિયાન અંતર્ગત થયેલા કામોનું જીઓ ટેગિંગ કર્યું નથી. એથી અધિકારીઓને કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. માત્ર બે દિવસમાં 3007 કામોનું જીઓ ટેગિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 89 ટકા જીઓ ટેગિંગની કામગીરી કરી દાહોદ પ્રથમ છે. દાહોદ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત ચેકડેમો, તળાવો, વન તલાવડીને ઉંડા ઉતારવા ઉપરાંત કૂવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મનરેગા અંતર્ગત પણ જળ સંચયના કામો લેવામાં આવ્યા છે. દાહોદ જેવા આદિવાસી પ્રદેશમાં કોરોનાકાળમાં મનરેગા લોકોની રોજગારીનું માધ્યમ બન્યું છે. દાહોદમાં મનરેગા હેઠળ અત્યાર સુધીમાં 3,79,926 વ્યક્તિને રોજગારી આપવામાં આવી છે. તે પણ રાજ્યમાં સૌથી વધુ છે. આ 2077 પરિવારોને પૂરા સો દિવસની રોજગારી આપી દેવામાં આવી છે. મનરેગા હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 2730 જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જ્યારે, 242 કામો સુક્ષ્મ સિંચાઇને લગતા કરવામાં આવ્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed