સગીરાનું અપહરણ કરી મ.પ્ર.ના ઈસમ દ્વારા દુષ્કર્મ

બે સાગરીતોની મદદથી દુષ્કૃત્ય કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Dahod - સગીરાનું અપહરણ કરી મ.પ્ર.ના ઈસમ દ્વારા દુષ્કર્મ

    દાહોદ તાલુકાની એક સગીરાને મધ્યપ્રદેશના ઇસમે બળજબરીથી અપહરણ કરી બે સાગરીતોની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. મ.પ્રના ઝાબુઆના મેઘનગરના તળાદરા ગામના થાવરીયા પારગી, જોગાભાઇ પારગી તથા માલાભાઈ પારગીએ સ્પ્લેન્ડર ઉપર બેસીને તા. 24 -9ના સાંજે દાહોદ તાલુકાના ગામે આવ્યા હતા. સગીરાને બળજબરીપૂર્વક અપહરણ કરી તેણીના ઘરથી થોડે દૂર આવેલ સાગના ઝાડની નીચે થાવરીયાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતાએ કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: