સગીરાનું અપહરણ કરતાં કતવારાના યુવક સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના એક ગામની સગીરા તા.28મી ઓગસ્ટના રોજ કોઇ કામ અર્થે ગયેલી સગીરાને કતવારાના વાળી ફળીયામાં રહેતો સંજય જોગડા નિનામા સાંજના છ વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એસ-5570 નંબરની બાઇક ઉપર આવી આગાવાડા ગામેથી આ સગીરાને બળજબરીપૂર્વક મોટર સાયકલ ઉપર બેસાડી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન કતવારા ગામનો સંજય જોગડા નિનામા પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પિતાએ સંજય નિનામા વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: