સંક્રમણના સંકટથી બહાર આવતું રતલામ મંડળ: ઇન્દોર-ગાંધીનગર એક્સપ્રેસ સહિત બીજી 15 ટ્રેનો શરૂ કરાશે

દાહોદ2 કલાક પહેલા

 • કૉપી લિંક
કોરોનાને લઇ સુનકાર ભાસતુ દાહોદનુ રેલવે સ્ટેશન પરિસ્થિતિ સામાન્ય થતાં ધમધમ્યું છે. - Divya Bhaskar

કોરોનાને લઇ સુનકાર ભાસતુ દાહોદનુ રેલવે સ્ટેશન પરિસ્થિતિ સામાન્ય થતાં ધમધમ્યું છે.

 • લોકડાઉનમાં 80% સુધી ખાલી દોડી, હવે ટ્રેનોમાં લાગી રહેલું વેઇટિંગ લિસ્ટ
 • રતલામ મંડળ દ્વારા મુખ્યાલયને પ્રપોઝલ મોકલાયું

લોકાડાઉનમાં બંધ ટ્રેનો ઝડપથી પાછી પાટે ચઢવા લાગી છે. સંક્રમણનું સંકટ ઓછુ થયા બાદ મંડળ મુખ્યાલયે 15 વધુ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી લીધી છે. તેમાં ઇન્દોર-રતલામ-ભીલવાડા ડેમુ સાથે રતલામ-ભોપાલ રૂટની સ્પેશિયલ પેસેન્જર, રતલામ-ચિત્તોડગઢ-જયપુર અને રાજધાની રૂટની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. પ્રપોઝલ હેડક્વાર્ટર મોકલી દેવાયું છે. જેને આગામી સપ્તાહ સુધી મંજૂરી મળી જશે. મહામારીની બીજી લહેરમાં ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા 30 ટકાથી નીચે થઇ ગઇ હતી. રતલામ રેલવે મંડળથી ચાલતી અને પસાર થતી આશરે 70 ટકા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.

અનલોક બાદથી માત્ર આશરે 31 ટ્રેનો જ ફરીથી શરૂ થઇ શકી હતી જ્યારે આશરે 39 ટ્રેનો અત્યારે પણ બંધ પડી છે. હવે પરીસ્થિતિ સામાન્ય થતાં દિલ્હી-મુંબઇ રૂટની ટ્રેનોમાં મુસાફરોનો ધસારો 100 ટકાથી વધુ જોવા મળી રહ્યો છે. તેના કારણે રૂટની ટ્રેનોનું વેઇટિંગ લિસ્ટ પણ લાંબું થઇ રહ્યું છે. બંધ ટ્રેનો પુન: પાટે ચઢવવા માટે મુસાફરો સાથે રાજકીય દબાણ પણ આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે રતલામ રેલવે મંડળ દ્વારા ઝડપથી ટ્રેનો દોડાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

મંડળે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે કેટલીક ટ્રેનોના ફેરામાં વિસ્તાર કરવામાં આવ્યો છે. હેડક્વાર્ટરની પરવાનગી મળતા જ ટૂંક સમયમાં કેટલીક ટ્રેનો શરૂ કરી દેવાશે. મંડળે તેની પૂરી તૈયારી કરી લીધી છે. > જે.કે જયંત,પીઆરઓ

આ ટ્રેનો શરૂ કરાશે

 • ડો.આંબેડકર નગર-રતલામ-ડો.આંબેડકર નગર,
 • રતલામ-ચિત્તોડગઢ-રતલામ ડેમુ,
 • રતલામ-ઉદયપુર-રતલામ એક્સપ્રેસ,
 • ઇન્દોર-જયપુર લિંક-ઇન્દોર એક્સપ્રેસ,
 • ઇન્દોર-બીકાનેર-ઇન્દોર મહામના,
 • ઇન્દોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ,
 • રતલામ-નાગદા-રતલામ પેસેન્જર,
 • નાગદા-ઉજ્જૈન-નાગદા પેસેન્જર
 • નાગદા-બીના-નાગદા પેસેન્જર,
 • નાગદા-ઇન્દોર-નાગદા પેસેન્જર

ટ્રેનોમાં મુસાફરોનો ધસારો (ટકામાં)

રેેલખંડ એપ્રિલ-મે જુલાઇ
દિલ્હી-મુંબઇ 30% 80થી 90%
મુંબઇ-દિલ્હી 25થી 28% 100%
રતલામ-ભોપાલ 30થી 35% 80થી 90%
ભોપાલ-રતલામ 25થી 30% 90%
ઇન્દોર-દેવાસ 28%થી વધુ 75થી 80%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: