શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગુજરાત દરજી પ્રીમીયર લીગ ૨૦૧૭ વડોદરા ઝોન (દાહોદ) માં વડોદરા શહેરની VDS – XI ટીમ વિજેતા તથા ઉપવિજેતા દાહોદની સિદ્ધિ વિનાયક – XI બની

KEYUR PARMAR – DAHOD
 
શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાત રાજયમાં આંઠ ઝોનમાં ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે. જેમાં આપણાં દાહોદ શહેરમાં રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, પરેલ ખાતે વડોદરા ઝોનની ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન તા.૧૮/૧૧/૨૦૧૭ શનિવાર અને તા.૧૯/૧૧/૨૦૧૭ રવિવાર એમ બે દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરથી વાંકળ દરજી સમાજની VDS – XI ટીમ, સોરઠિયા દરજી સમાજની SDKM – XI ટીમ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, કોઠંબા વગેરે ગામોથી ૨૧૨ દરજી સમાજની ૨૧૨ દરજી સમાજ કોઠંબા – XI ની A અને B એમ બે ટીમ, આણંદ શહેરની આણંદ વોરિયર્સ – XI ટીમ, દાહોદ શહેરના પાંચ પરગણાની ત્રણ ટીમ જેમાં બાપા સીતારામ – XI, અષ્ટ વિનાયક – XI અને સિદ્ધિ વિનાયક – XI એમ કુલ ૮ (આંઠ) ટીમોએ ભાગ લીધો હતો.
તા.૧૮/૧૧/૨૦૧૭ શનિવારના રોજ આ ટૂર્નામેન્ટ સવારના ૦૮:૦૦ કલાકે ગણપતિ દાદાને પુષ્પમાળા પહેરાવી તથા નારિયેળ વધેરી શુભારંભ કરવામાં આવ્યો હતો. લીગ રાઉન્ડમાં કુલ આંઠ ટીમો વચ્ચે ચાર મેચ રમાઈ હતી તેમાંથી વિજેતા ચાર ટીમ વચ્ચે તા.૧૯/૧૧/૨૦૧૭ રવિવારના રોજ સેમી ફાઇનલ મેચ રમાઈ. આ સેમી ફાઈનલમાં પ્રથમ સેમી ફાઇનલ બાપા સીતારામ – XI, દાહોદ સામે વડોદરાની VDS – XI ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં વાંકળ દરજી સમાજ, વડોદરાની VDS – XI ટીમ વિજેતા બની હતી. તથા બીજી સેમી ફાઇનલ સોરઠિયા દરજી સમાજ, વડોદરાની SDKM – XI ની સામે દાહોદની સિદ્ધિ વિનાયક XI વચ્ચે રમાઈ જેમાં સિદ્ધિ વિનાયક XI ટીમનો વિજય થયો હતો. ત્યારબાદ વડોદરાની VDS – XI અને દાહોદની સિદ્ધિ વિનાયક – XI વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં વડોદરાની VDS – XI ટીમ વિજેતા બની જેમને શ્રી જયંતિભાઈ દરજીએ વિજેતા ટ્રોફી આપી વધુ આગળ પ્રગતિ કરો તેવા આશીર્વાદ આપ્યા હતા. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચની બંને ટીમો હવે સ્ટેટ ટૂર્નામેન્ટ રમવા આવતા જાન્યુઆરી માસમાં અમદાવાદ ખાતે જશે.
આ ટૂર્નામેન્ટના શુભારંભમાં શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદનાં પ્રમુખ ગુણવંતભાઈ ડી. ગોહેલ, કાર્યકારી પ્રમુખ ગૌતમભાઈ બી. વાઘેલા, મહામંત્રી રશ્મિકાન્તભાઈ વી. દરજી,  ખજાનચી ઘનશ્યામભાઈ એસ. દરજી, ટ્રસ્ટી ભૂપતભાઇ સી. હિંગુ તથા વડોદરા શહેરથી સોરઠિયા દરજી સમાજના પ્રમુખ બળવંતભાઈ હિંગુ, ઉપપ્રમુખ ગોવર્ધનભાઈ હિંગુ, સહમંત્રી અશોકભાઇ એન. હિંગુ, ખજાનચી ચંદ્રકાંતભાઈ હિંગુ તેમજ આ ટૂર્નામેન્ટના પ્રણેતા એવા શ્રી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના રમત ગમત મંત્રી અશોકભાઇ હિંગુ તેમજ મધ્યપ્રદેેેશના કુરાવર મંડીથી અખિલ ભારતીય સર્વ દરજી મહાસભાના સંયોજક અનિલભાઇ માહેશ્વરીના અધ્યક્ષતા હેઠળ રતલામ શહેરના હરિશજી સોલંકી તથા જીતેનજી સોલંકી, રાજેન્દ્રજી ચૌહાણ અને બલમુકુંદજી ચાવડા પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ ટૂર્નામેન્ટમાં આવી દરેક ટીમને ખુબજ પ્રોત્સાહન આપ્યું હતું અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન દાહોદ ખાતે કેયુરકુમાર અશ્વિનભાઈ પરમાર (દરજી), ચિરાગ બિપિનભાઈ દરજી, હેમિલ નીતિનકુમાર ચૌહાણ (દરજી), કૌશિક નલિનકાન્ત રાઠોડ (દરજી), નવીન દશરથભાઈ રાઠોડ (દરજી), નરેન્દ્ર રમણલાલ દરજી તથા તેમની ટીમમાં દિપેશ, રૂપેશ, દિશાંક, મીત, અલય, રોનક, પ્રતિક, પુર્વીશ, ચિરાગ, દર્શન, ઉમંગ તેમજ મિહિરના સહિયારા પ્રયાસથી સફળ કરવામાં આવ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ ખુબજ રોચક અને મનોરંજન પૂરી પાડનારી હતી.
 


Related News

Comments are Closed

%d bloggers like this: