શોષણ: દાહોદ જીલ્લાની મામલતદાર કચેરીઓના કોમ્પ્યુટર ઓપરેટરો આઠ મહિનાથી પગારથી વંચિત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- બાલાજી સીક્યુરીટી એન્ડ મેન પાવર કંપનીએ વેતન ન ચુકવતા વલખા તમામ ઓપરેટર જનસેવા કેન્દ્રોમાં ફરજ બજાવે છે
દાહોદ જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોમા ખાનગી કંપનીઓ દ્વારા આઉટ સોરસીંગથી કર્મચારીઓ પુરા પાડવામા આવે છે. આવી જ એક કંપની મામલતદાર કચેરીઓમાં કમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરે છે પરંતુ આ કંપનીએ ઓપરેટરોને આઠ મહિનાથી પગાર ન ચુકવતા કર્મચારીઓ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે.
દાહોદ જીલ્લામાં સમાવિષ્ટ નવ તાલુકાઓની મામલતદાર કચેરીઓમાં કાર્યરત જનસેવા કેન્દ્રો પર આઉટસોર્સિંગ મારફતે કોમ્પ્યુટર ઓપરેટરોની નિયુક્તિ કરવામાં આવેલી છે. જેનો કોન્ટ્રાક્ટ બાલાજી સિકયોરિટી એન્ડ મેનપાવર સર્વિસ ગોધરાને આપવામાં આવેલ છે. જે કંપની દ્વારા કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ કોન્ટ્રાકટર દ્વારા જીલ્લાના જનસેવા કેન્દ્રના તમામ ઓપરેટરોને છેલ્લા આઠ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી.
પગાર માંગે તો ઉડાઉ જવાબ મળે છે કોમ્પ્યુટર ઓપરેટરો પગાર બાબતે ટેલિફોનીક વાત કરે છે તો કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવે છે. કોમ્પ્યુટર ઓપરેટરો કંપની દ્વારા નજીવો પગાર આપવામાં આવે છે અને તે પણ આઠ મહિનાથી પગાર નહીં મળતા કોમ્પ્યુટર ઓપરેટરોની હાલત કફોડી બની છે. આવી કારમી મોંઘવારીમાં આઠ મહિનાથી પરિવારનું ભરણપોષણ કરવું ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે કંપની દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરોને તાત્કાલીક પગાર ચુકવવામાં આવે તે જરૂરી બન્યું છે અને કોન્ટ્રાકટર દ્વારા કોન્ટ્રાક્ટની શરતોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તે ઈચ્છનીય છે.
Related News
ચેતવણી: લગ્ન પ્રસંગમાં કોરોના ‘ચાંદલો’ ન કરી જાય તેનું ધ્યાન રાખજો, સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે
Gujarati News Local Gujarat Dahod Be Careful Not To ‘blindfold’ The Corona At The TimeRead More
સ્વયંભૂ લોકડાઉન: ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed