શોખિનોને નવરાત્રીમાં ગરબે ઘુમતા કરવા વર્કશોપ

વર્કશોપ

 • Dahod - શોખિનોને નવરાત્રીમાં ગરબે ઘુમતા કરવા વર્કશોપ

  દાહોદ શહેરમાં ગરબા શોખિનોને વિવિધ સ્ટેપ શીખવા માટે માં શક્તિ નવરાત્રી મહોત્સવ સમીતી દ્વારા 6 તારીખથી 9 તારીખ સુધી ચાર દિવસીયનિ:શુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કેશવ માધવ રંગમંચમાં શોખિનોને ગરબાના વિવિધ સ્ટેપ શીખવાડવામાં આવશે.

  પ્રાપ્ત માિહતી અનુસાર, દાહોદ શહેરમાં નવરાત્રીનો રંગ ધીમે-ધીમે જામી રહ્યો છે. ત્યારે ગરબાના શોખિનો વિવિધ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ગરબા કરાવતાં મંડળો પણ પાર્ટી, ડેકોરેશન સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. દાહોદ શહેરમાં ઘણા એવા ગરબાના શોખિનો લોકો છે જેમને ગરબા કરવા છે પરંતુ ગરબાના સ્ટેપ આવડતાં નથી. જેથી નવરાત્રી દરમિયાન તેઓના મનની ઇચ્છા મનમાં જ રહી જવા પામેલ છે. ત્યારે આવા દાહોદ શહેરના ગરબાના શોખિનો માટે માં શક્તિ ગરબા મહોત્સવ સમીતી દ્વારા ગરબાના શોખિનોને ગરબા શીખવા માટે સ્ટેશન રોડ

  …અનુ. પાન. નં. 2

  200 લોકો ગરબા શીખી ચુક્યાં

  દાહોદના ભાઇ-બહેન વિરાંગ રાજહંસ અને લજ્જા શર્માએ પણ ગત 29મી તારીખતી સિંધી સમાજની વાડી અને દશાનીમા સમાજની વાડીમાં નિ:શુલ્ક ગરબા શીખવાડવાનો પ્રારંભ કર્યો હતો. ચાર દિવસમાં તેમણે 200થી વધુ લોકોને સ્ટેપ સાથે ગરબા કરતાં શીખવી દીધા હતાં.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: