શોક છવાયો: દાહોદમાં ધૂળેટીના ઉત્સવ દરમિયાન શોક છવાયો, કુવામાં ડુબી જતા યુવકનું મોત થયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે મળીને કુવામાં નાહવા ગયા હતા
- ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો
દાહોદમાં એક યુવક કુવામાં ખાબકતા તેનું મોત થયુ છે. આ યુવકના મોત મામલે જુદા જુદા કારણો જાણવા મળી રહ્યાં છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ
દાહોદ શહેરમાં ધૂળેટીના દિવસે એક તરફ લોકોમાં ઉત્સાહ છવાયેલો હતો. બીજી તરફ શહેરના ઈન્દોર હાઈવે નજીક એક કુવામાં ત્રણ યુવકો ડુબી ગયા હોવાની અફવા ફેલાઈ હતી. જેથી પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં કુવામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીયે જહેમત બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તેની ઓળખ થતા મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ હતુ.
એક વાત એવી પણ હતી કે પાંચ યુવકો ફુલ તોડવા ગયા હતા. તે સમયે કુતરુ પાછળ પડતા આ ઘટના બની હતી. પરંતુ પોલીસ આવુ કોઈ સમર્થન આપતી નથી. તેમજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed