શુભ સંકેત: દાહોદમાં કોરોનાના વળતા પાણી, એક કોવિડ કેર એકદમ ખાલી અને બીજામાં માત્ર 10 દર્દીઓ સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લાના 700 થી વધુ વિલેજ કોવિડ કેર સેન્ટર પણ ખાલી થઇ જતાં રાહત કોરોના ગ્રાફ ઘટતાં હવે જનસામાન્ય, આરોગ્યકર્મીઓ અને તંત્રમાં પણ હાશકારો

દાહોદ જિલ્લામાં કોરોના આંક હવે તળિયે આવતા સર્વત્ર હાશકારો છે. દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓ આંગળીના વેઢે ગણાય તેટલા છે. જેથી વહીવટીતંત્રે બનાવેલા કોવિડ કેર સેન્ટર તેમજ કમ્યિુનિટી કોવિડ કેર સેન્ટરો ખાલી થઇ ગયા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતાં લક્ષણો વિનાના તેમજ ઓછું સંક્રમણ ધરાવતા સામાન્ય દર્દીઓને રાખવા માટે સરકારી પોલીટેકનીક અને ઇજનેરી કોલેજમાં કેવિડ કેર સેન્ટર બનાવાયા હતા. જેમાંથી એક કોવિડ કેર સેન્ટર સંપૂર્ણ ખાલી છે. જ્યારે એકમાં માત્ર 10 દર્દી જ છે ત્યારે હવે કોરોના ઘટતાં જનસામાન્ય સાથે આરોગ્યકર્મીઓ અને તંત્ર પણ હાશકારો અનુભવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાયે પરિવારોમાં થયેલા મૃત્યુને કારણે સૂનકાર વ્યાપેલો છે ત્યારે ઘણે ઠેકાણે એક જ પરિવારમાં એક કરતાં વધારે અને તેમાયે પતિ પત્ની, ભાઇ ભાઇના મોત થતાં તેવા પરિવારોમાં આજે પણ શોકની કાલિમા છવાયેલી છે. દાહોદમાં તો કેટલાક સમાજમાં તો કોરોનાએ એટલા લોકોના ભોગ લીધા છે કે આ સમાજોમાં શુભ પ્રસંગો અને તહેવારો એક વર્ષ સુધી મનાવાય નહી.

આર્થિક નુક્સાન પણ એટલું જ થયુ છે કારણ કે ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે. કેટલાયેની ખાનગી નોકરીઓ જતી રહી છે. ત્યારે રોજિંદો વેપાર કરનારા ફેરિયાઓ પણ બે ટંકના ભોજન માટે ફાંફા પડી રહ્યા છે. આમ આ બીમારીએ બેફામ બનીને જાણે વિનાશ જ વેર્યો છે ત્યારે હવે થોડી રાહત થઇ હોય તેમ લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં પોઝિટિવીટી રેટ એક ટકા કરતાં નીચે જઇ રહ્યો છે. તેને કારણે દર્દીઓની સંખ્યા પણ હવે સડસડાટ ઘટી રહી છે. ગઇકાલે ફક્ત 04 જ દર્દી પોઝિટિવ આવ્યા હતા. ત્યારે દર્દી ઘટતા દવાખાનાઓ પણ ખાલી થઇ રહ્યા છે. દાહોદમાં 306 બેડ ધરાવતી ઝાયડસ કોવિડ હોસ્પીટલમાં માત્ર 40 દર્દી જ સારવાર હેઠળ છે ત્યારે એક સમયે ઉભરાતા ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓ નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: