શિક્ષણમાં સુવિધા: શાળા સંચાલકોના વિરોધ વચ્ચે દાહોદ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 148 શિક્ષકોની નિમણૂક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અનુદાનિત શાળાઓના અસ્તિત્વને બચાવવામાં સહયોગી બનવા જણાવી સંયુક્ત નિયામકે ગર્ભિત ચીમકી આપી હતી અગાઉ સંચાલકો પાસેથી સહીઓ કરાવી આગોતરા ભલામણ પત્રો મંગાવતા વિરોધ થયો હતો

દાહોદ જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની સીધી ભરતીનો વિરોધ સંચાલક મંડળ કરતુ રહ્યુ, પરંતુ બીજી તરફ 148 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સંયુક્ત નિયામકના અંતિમ પરિપત્રમાં ગર્ભિત ચીમકી પણ તેમાં કારણભૂત બની હોય તેમ લાગી રહ્યુ છે. આમ જિલ્લામાં શાળા સંચાલક મંડળના વિરોધને ગણકાર્યા વિના કલેક્ટરે આજે 148 શિક્ષકોને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લામાં સરકારની ગ્રાન્ટ દ્રારા સંચાલકોના માધ્યમથી ચાલતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ઘણી મોટી છે. જેમાંથી મોટા ભાગના શાળા સંચાલકો રાજકારણીઓ જ છે. તેઓ કોઇને કોઇ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે અથવા તો આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાનિક રાજનેતાઓના આશીર્વાદ વિના મળી શક્તી નથી.ત્યારે આવી સંસ્થાઓમાં થતી ભરતી હંમેશા ચર્ચામાં જ રહેલી છે.

આવી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ચાર વર્ષથી શિક્ષકોની ભરતી થઇ ન હતી. જેથી સંચાલકો ભરતીની માંગ પણ કરી રહ્યા હતા. ત્યારે હાલમાં જ ઓનલાઇન મેરીટ પ્રમાણે ભરતી કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લાને પણ 148 શિક્ષકો ફળવાયા છે અને તેમાથી આજે 15 જેટલા શિક્ષકોને કલેક્ટરના હસ્તે નિમણૂક પત્રો આપી દેવાયા છે અને બાકીનાને પણ એક શાળામાંથી હુકમો આપી દેવામાં આવ્યા છે.

જિલ્લામાં જીવ વિજ્ઞાનના ચાર, રસ્યાણ શાસ્ત્રમાં એક, કોમર્સના બે, કમ્પ્યુટરના બે, અર્થ શાસ્ત્રના નવ, અંગ્રેજીના 43, બુગોળમાં એક, ગુજરાતીના 16, હિન્દીના 10, ઇતિહાસના આઠ, તત્વજ્ઞાનના ચાર, ભૌતિક વિજ્ઞાનના બે ,મનોવિજ્ઞાનના સાત, સંસંકૃતના 15 અને સમાજ શાસ્ત્રના 24 શિક્ષકોની નિમણૂક આપવામાં આવી છે.

દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળે આ ભરતી પધ્ધતિનો વિરોધ કર્યો હતો. કારણ કે, જે ઉમેદવારની પસંદગી થઇ છે તેના ભલામણપત્રોમાં સંચાલકોની સહી અગાઉથી જ લઇ લેવામાં આવી હોવાથી સંચાલકોને તે પરવડતુ નથી. જેથી તેમણે ઉમેદવારને જોવાની કે મળવાની તક નથી મળતી તેવી દલીલ કરી હતી પરંતુ પસંદગી સમિતિએ નમતું જોખ્યુ નથી અને આજે દાહોદમાં કેટલાક સંચાલકોની ઉપસ્થિતિમાં જ નિમણૂક પત્રો અપાયા હતા.

તારીખ 30 મેના રોજ સંયુક્ત નિયામકે એક પરિપત્ર કર્યો છે તેમાં સંચાલકોને જાણે કે ચીમકી આપવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે. તેમાં ઓનલાઇન ભરતી કેવી રીતે કરવામાં આવી અને તેનાથી શું લાભ મળશે તે દર્શાવાયુ છે, પરંતુ એક રહસ્યમય વાક્યના ઘણાં અર્થ નીકળી શકે તેમ છે. આ વાક્યમાં જણાવાયુ છે કે, ચાર વર્ષ બાદ થયેલી આ ભરતી પ્રક્રિયામાં કોઇ અહમ કે વાદ વિવાદનો પ્રશ્ન વચ્ચે ન લાવી નિર્વિઘ્ને પૂર્ણ થવામાં સહયોગ આપશો અને અનુદાનિત શાળાઓના અસ્તિત્વને બચાવવામાં સહયોગી બનશો તેવી નમ્ર અપીલ સંયુકત સચિવે કરી છે. આમ પસંદગી સમિતિની મક્કમતાને કારણે આજે રાજ્યભરમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ શકી હોય તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: