શિક્ષણનો નવો અભિગમ: દાહોદ તાલુકા ટીમ બી.આર.સીએ શેરી શિક્ષણ માટે શાળાઓને રોલ અપ બોર્ડ નું વિતરણ કર્યું
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
શેરીમાં શિક્ષણ આપવા માટે જતા શિક્ષકો વિધાર્થી સાથે સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે તેવા શુભ આશયથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના બી.આર.સી અને સી.આર.સીની સમગ્ર ટીમ દ્વારા સ્વ ભંડોળ એકત્રિત કરીને શિક્ષકો માટે રોલ અપ બોર્ડની ખરીદી કરી શાળાઓને આપવામાં આવ્યા હતા.
કોરોના સમયમાં હાલ બાળકોને શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાતું નથી.આવા સમયે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાલુકાના શિક્ષકો દ્વારા શેરીએ શેરીએ નાના નાના જૂથોમાં જઈ ને શેરી શિક્ષણનો નવો અભિગમ અપનાવીને બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
શેરી શિક્ષણમાં જતા શિક્ષકો રોલ અપ બોર્ડ અને અન્ય સહાયક સામગ્રીથી બાળકોને વધુ સારી રીતે શિક્ષણ પૂરું પાડી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે સમગ્ર બી.આર.સી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed