શિકાર: નેનકીમાં ઘર પાસે બકરી પર દીપડાએ હુમલો કરી મારણ કરતાં ગ્રામજનોમાં ભય, જંગલોમાં આગ ન લગાવવાની સૂચના
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
નેનકી ખાતે જંગલ નજીક આવેલ નિસરતા ફળિયામાં મકાનમાં ઢાળીયામાંથી દીપડાએ રાત્રિના તકનો લાભ લઈ બકરી પર હુમલો કરતા પશુઓનો બૂમાબૂમ થતાં લોકો દોડી આવતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. સંજેલી તાલુકામાં મોટા ભાગનાં જંગલ અને ડુંગરાળ વિસ્તારો આવેલા છે. નેનકી જસુણી જુસ્સા જીતપુરા મોટા જંગલો આવેલા છે જેમાં વન્યપ્રાણીઓ વસવાટ કરતાં હોય છે. સંજેલી તાલુકામાં આવેલ નેનકી નિસરતા ફળિયામાં રહેતા બાબુભાઇ સળુભાઇ નિસરતાના ઘર પાસે ઢાળીયામાં બાંધેલ બકરી પર સોમવારની રાત્રિના 11 વાગ્યાની આસપાસ જંગલમાંથી દીપડાએ ઢાળીયામાં બાંધેલ પશુઓ પર હૂમલો કરતા બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.
બીજા પશુનું મારણ કરે તે પહેલા દિપડાને ત્યાંથી ભગાવ્યો હતો. રાત્રિના લોકો સુવે તે પહેલાં જ દિપડાએ ઢાળીયામાં બાંધેલ પશુઓ પર ત્રાટક બકરીનું મારણ કર્યા હોવાની જાણ થતાં જ લોકોમાં ફફડાટ ફેલા્યો હતો. નેનકી જસુણી જીતપુરામાં મોટા જંગલો આવેલા છે જ્યા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. પરંતુ જંગલોમાં આગ લાગવાથી પ્રાણીઓ બહાર આવે અને પશુઓ પર હુમલો કરી મારણ કરતા હોય છે. વન કર્મીઓને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને આસપાસના લોકોને એકઠા કરી જંગલમાં આગ ન લાગે તે માટે તકેદારીની સુચના આપી હતી.
Related News
સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed