શક્યતાઓ: ભાજપ-કોંગ્રેસ-અપક્ષો ટેકાવાળી સરકાર બનશે જેવી ચર્ચાઓ શરૂ, ચૂંટણી નજીક આવતાં જ દાહોદમાં લોકચર્ચાનો દોર ચાલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકાની ચૂંટણી આડે હવે માંડ એક સપ્તાહનો સમય બાકી છે. ત્યારે જે તે પક્ષનો મેન્ડેટ ધરાવતા અને અપક્ષ ઉમેદવારો દ્વારા ભૂતકાળમાં પોતે કરેલ અને વિજેતા બન્યા બાદ કરવા ધારેલ કાર્યોની સૂચિ સોશિયલ મીડિયા ઉપર વહી રહી છે.

ગત વર્ષોમાં વિજયી બનેલા ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો, આ વખતે ચૂંટણી ટાણે પોતાના વોર્ડમાં મતદારો સમક્ષ મત માંગવા નીકળે છે ત્યારે ગત ટર્મમાં તો મતદારો‌ને મોઢું પણ નહીં બતાવ્યું હોવાની કે વોર્ડના કોઈપણ કામ નહીં કર્યા હોવાની વાત, અમુક મતદારો જે તે ઉમેદવારોને મોઢામોઢ પરખાવી દેતા થયા છે. આ વખતે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી ચુકેલા અનેક લોકોએ, પોતાને ટિકિટ નહીં મળતા પક્ષ‌ સામે બળવો કરી કોંગ્રેસમાંથી કે અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે પરિણામ બાદ પક્ષના મોવડીમંડળનું‌ તે લોકો પ્રત્યે શું સ્ટેન્ડ રહેશે તે વાત પણ લોકચર્ચાનો વિષય બની છે. તો આ વખતે પણ ગત અઢી દાયકાની માફક પાલિકા ભાજપ શાસિત રહેશે કે 25 વર્ષથી શાસનથી વંચિત કોંગ્રેસની સરકાર બનશે? કે પછી બળવો કરી ઉભા રહેલા અપક્ષોના ટેકાવાળી સરકાર બનશે? ચર્ચાનો સામાન્ય મુદ્દો બન્યો છે.

ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે?
કયા કયા ઉમેદવાર સક્ષમ છે ?, વર્ષોથી જે તે પક્ષના હોવાની ઓળખ મેળવ્યા બાદ, ટિકિટ નહીં મળતા અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવનારનું પગલું કેટલું યોગ્ય છે ? કયા અપક્ષો કે અન્ય પક્ષમાં જઈ ઉમેદવારી કરનારા કોના દોરીસંચારથી ઉભા છે ? કોને શું – શું કામ કર્યાં છે ? કોને લાગવગથી ટિકિટ ‌મળી છે કે કોણ ભ્રષ્ટ છે? કોણ કોણ જીતશે ને કયા કયા મહારથીઓને હારનો‌ સામનો કરવો પડશે?






Related News

Comments are Closed

%d bloggers like this: