વેપારીઓમાં ખુશી: દાહોદમાં દિવાળીની ખરીદી નીકળતાં વેપારીઓમાં ખુશી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં કોડિયાં, જુવારની ધાણી જેવી દિવાળીજન્ય ચીજોનું વેચાણ આરંભાયું છે.

  • બજારમાં સવારથી બપોર સુધીમાં અનેક વાર ટ્રાફિકજામ

દિપોત્સવ પૂર્વે દાહોદમાં ભીડના દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમયથી વેપાર-ધંધા પર અસર નોંધાતા વેપારીઓ નવરાધૂપ બન્યા છે ત્યારે દિવાળી પૂર્વે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં ઉમટ્યાં હતા. સવારથી બપોર સુધીમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દાહોદના એમ.જી.રોડ અને નેતાજી બજારમાં લારીઓ અને પથારાવાળાઓ દિવાળીજન્ય વિવિધ ચીજવસ્તુઓ વેચવા બેઠા હોઈ સ્વાભાવિક રીતે પોલીસને પણ સતત ધ્યાન આપી વારંવાર થતો ટ્રાફિક હળવો કરવો પડે છે.

જુવારની ધાણી, રંગોળી માટેના રંગ, કોડિયાં, રૂ- દીવેટો સહિતની દિવાળી જન્ય વિવિધ ચીજવસ્તુઓની સાથે સાથે ગાયગોહરીના શણગાર માટેના મોરિંગા, ફૂંગા, પીંછી, મુગટ વગેરેના વેચાણનો પણ આરંભ થઈ ચુક્યો છે. ગરબાડાની ગાયગોહરી ભલે આ વખતે રદ કરી હોય પરંતુ જે તે હવેલીઓ કે મંદિરમાં પરંપરાગત રીતે ગાયગોહરીની જે શ્રદ્ધા છે તે પ્રતીકાત્મક રીતે પણ નિભાવશે.

લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા ઘરે રહીને ઉજવણી કરવા અપીલ કરાઇ
લીમખેડા પ્રાંત અધિકારી એ લીમખેડા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ લીમખેડા, ધાનપુર અને સીંગવડના નાગરિકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે. કોરોનાને ધ્યાને રાખતાં તહેવારોની સાથે કેટલીક તકેદારી પણ અનિવાર્ય છે. સામાજિક અંતર, માસ્ક વગેરે નિયમોનું કડકાઇથી પાલન કરીએ. કોરોના મહામારી સમયે તહેવાર ઘરે રહીને જ ઉજવીએ તો આપણે કોરોનાથી દૂર રહી શકીશું.






Related News

Comments are Closed

%d bloggers like this: