વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ, કલેક્ટર અને SPએ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
કલેક્ટર વિજય ખરાડી અને એસ.પી. હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો. - Divya Bhaskar

કલેક્ટર વિજય ખરાડી અને એસ.પી. હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો.

  • ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયનાને વેક્સિન અપાશે : 45 વર્ષથી વધુ વયના કોમોરબિડ લોકોને પણ કોવિડ વેક્સિન અપાશે
  • 11 ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસી ચાર્જ ચૂકવીને લઇ શકાશે

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે બુધવારે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કલેક્ટરે આ તકે જિલ્લામાં ત્રીજા તબક્કાના કોવીડ વેક્સિનેશન કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. રસીકરણના ત્રીજા તબક્કામાં 60 વયથી પરના તેમજ 45થી વધુ વયના મોટી બિમારીથી ગ્રસ્તોને પણ વેક્સિનેશનની શરૂઆત માર્ચથી કરવાની માહિતી આપી હતી.

ગત 1 માર્ચથી 60 વયથી ઉપરના વ્યક્તિઓ તેમજ 45થી વધુ વયના મોટી બિમારીથી ગ્રસ્તોને પણ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 10000થી વધુ લોકોને રસી આપી છે. આ રસીકરણ માટે સેલ્ફ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવીન પોર્ટલ ઉપર સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવીને સમય, તારીખ અને હોસ્પીટલની પસંદગી કરીને એ મુજબ રસી લઇ શકીએ છીએ. સરકારી ઉપરાંત જનઆરોગ્ય યોજના સાથે જોડાયેલા છે.઼

તેવા દાહોદના 11 હોસ્પિટલોમાં પણ રૂ.250નો ચાર્જ ચૂકવીને વેક્સિન લઇ શકાશે. જેમાં રૂ.150 વેક્સિન ચાર્જ અને રૂ.100 વહીવટી ચાર્જ તરીકે ચૂકવવાના રહેશે. સરકારી હોસ્પિટલોમાં કોવીડ વેક્સિન નિ:શુલ્ક આપશે. તેના માટે કોઇ પણ ચાર્જ નહી. વેક્સિન બાબતે અફવાથી દોરાવું નહી અને વેક્સિન લઇને જિલ્લાને કોરોનામુક્તિ તરફ લઇ જવું જોઇએ. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જિલ્લાના હોમગાર્ડ સહિત તમામ પોલીસકર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ લેવા જણાવ્યું હતું. ઉપરાંત જેમણે પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેમણે પણ કોવીડ વેક્સિન ઝડપથી લઇ લેવા જણાવ્યું હતું.

ઝાલોદનો એક કેસ પોઝિટિવ
દાહોદ જિલ્લામાં સોમવારે ઝાલોદનો એક કેસ નોંધાયો હતો. Rtpcr ના 270 અને રેપિડના 656 સેમ્પલો પૈકી ઝાલોદનો એક કેસ પોઝિટિવ હોવાનું નોંધાયું હતું.તો 1 દર્દીને ડિસ્ચાર્જ અપાતા હવે 13 એક્ટિવ કેસો રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: