વેક્સિનેશન: દાહોદમાં 1300 જેટલા આરોગ્યકર્મીએ રસી મુકાવી, આજે જિલ્લા આરોગ્ય અધિકારીએ વેક્સિન લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

દેશભરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં કોરોનાની રસી મુકવાનો પ્રારંભ ગઇ 16 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે અને ત્યારસુધીમાં 1300 જેટલા આરોગ્ય કર્મીઓને કોવિડશિલ્ડ રસી આપવામાં આવી છે. આજે 22 જાન્યુઆરીના રોજ આરોગ્ય અધિકારીને રસી મુકવામાં આવી હતી.

આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.આર.સુથારને પણ કોરોનાની રસી મુકવામાં આવી હતી. રસી મુક્યા બાદ બન્ને અધિકારીઓને અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન બન્ને અધિકારીઓને કોઇ આડઅસર ન થઇ હોવાનું જણાવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: